Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરગઢકડા ગામે જમીનના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે બબાલ

ગઢકડા ગામે જમીનના પ્રશ્ને બે ભાઈઓ વચ્ચે બબાલ

સામસામે હુમલા અંગે બંને પક્ષો દ્વારા ફરિયાદ : છરી-પાઈપ વડે હુમલો કરી ધમકી આપી

- Advertisement -

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં જમીનના પ્રશ્ર્ને બે ભાઈઓના પરિવાર વચ્ચે વિવાદ સર્જાતા બંને પક્ષે સામસામો હુમલો કરાયો હતો. આ અંગે બંને પક્ષો દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં રહેતાં અને ખેતી કામ કરતા હનિફભાઇ જુમાભાઈ ઉન્નડ નામના પ્રૌઢે પોતાના ઉપર તેમજ પરિવારના સભ્યો ઉપર હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે પોતાના ભાઇ ઈસ્માઇલભાઈ જુમ્મા ઉન્નડ, સમીનાબેન ઈસ્માઈલ ઉન્નડ, તથા સાનિયાબેન ઈસ્માઈલ ઉન્નડ નામના ત્રણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપીઓ છેલ્લાં 10 વર્ષથી જમીનનો કબ્જો સંભાળતા હોય અને ફરિયાદીને કોઇપણ ભાગ કે હિસ્સો આપતા ન હોય, યેનકેન પ્રકારે માથાકૂટ કરી પરિવાર તથા પરિવારના સભ્યોને છરી અને લોખંડના દસ્તા વડે ઈજા પહોંચાડી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે ઈસ્માઇલ જુમ્માભાઈ ઉન્નડ દ્વારા પોતાના ઉપર તથા પરિવારના સભ્યો ઉપર જમીનના ભાગ બાબતે ટકરાર ચાલતી હોય જેનું મનદુ:ખ રાખી હનિફ જુમ્મા ઉન્નડ, અસ્લમ હનિફ ઉન્નડ, હનિફાબેન ઉન્નડ, મૂસ્કાનબેન ઉન્નડ, માસુમાબેન ઉન્નડ તથા અલ્ફેઝભાઈ ઉન્નડ સહિતના શખ્સો દ્વારા લોખંડના પાઈપ વડે ફરિયાદી તથા ફરિયાદીના પરિવારજનોન માર મારી ઈજા પહોંચાડી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. આ અંગે શેઠવડાળા પોલીસે બંને પક્ષ સામસામો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular