ખંભાળિયા નજીકના બારા ગામ વિસ્તારમાં આવેલા ડેમ નજીક સિન્થેટિક જાળીમાં ફસાયેલા અજગરને એનિમલ કેર ચેરીટેબલના સેવાભાવી કાર્યકરોએ સફળતાપૂર્વક બચાવીને મુક્ત કરાવ્યો હતો.
ખંભાળિયા તાલુકાના ચારબારા ગામ નજીક આવેલા ઢાંઢાવાળી ડેમ પાસે એક વિશાળ અજગર કોઈ કારણોસર ફિશિંગ પ્રકારની નેટમાં ફસાઈ ગયો હતો. આટલું જ નહીં, ઝાડીમાં ફસાયેલો આ અજગર નજીકના એક ઝાડ સાથે પણ અટવાઈ ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને કરવામાં આવતા સંસ્થાના કુંજન શુક્લા, લાલભા જાડેજા, કિરીટસિંહ જાડેજા, અમરસિંહ, ભગવાનજી, શક્તિસિંહ સહિતના કાર્યકરો આ સ્થળે દોડી ગયા હતા અને કુનેહપૂર્વક નેટમાં ફસાયેલા આ વિશાળ અજગરને નેટમાંથી આ નેટ કાપીને મુક્તિ અપાવીને પુન: પ્રકૃતિના ખોળે છોડી મૂકવામાં સફળતા મેળવી હતી.