જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાંથી પસાર થતા યુવાનને જાતિ વિષયક અપમાનિત કરી ધકો મારી પછાડી દઈ અને વચ્ચે પડેલા વ્યક્તિ ઉપર તલાવાર વડે હુમલો કર્યાના બનાવમાં એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ નિલકલમ સોસાયટીમાં રહેતાં અને મજૂરીકામ કરતો જયેશ દેવશી જાદવ નામનો યુવાન ગુરૂવારે રાત્રિના સમયે મેલડી માતાજીના મંદિર નજીકથી ચાલીને જતો હતો ત્યારે પ્રકાશ કોળી નામના શખ્સે જયેશને જાતિ વિષયક અપમાનિત કરતા જયેશે આવુ બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રકાશે યુવાનને ધકો મારી પછાડી દેતા કપાળમાં ઈજા થઈ હતી. જેથી તેની સાથે રહેલા પરસોતમભાઈ વચ્ચે પડતા પ્રકાશે ઉશ્કેરાઈનેે તલવાર વડે હુમલો કર્યો હતો. આ હુમલાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીઆઈ કે.એલ. ગાધે તથા સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં યુવાનને માર મારી જાતિ વિષયક અપમાનિત કર્યો
ધકો મારી પછાડી દીધો: વચ્ચે પડેલા યુવાન ઉપર તલવાર વડે હુમલો: એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ