Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 11માં ડોર-ટુ-ડોર પ્રચારમાં બિપેન્દ્રસિંહને જબ્બર જન સમર્થન

વોર્ડ નં. 11માં ડોર-ટુ-ડોર પ્રચારમાં બિપેન્દ્રસિંહને જબ્બર જન સમર્થન

કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ શહેરના સર્વાંગી વિકાસ માટેની ખાતરી આપી

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસારની અંતિમ ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે કોંગ્રેસ કોઇપણ મોરચે ખામી રહેવા દેવા નથી માગતી અને દરેક વિસ્તારમાં જોર-શોરથી પ્રચાર ચાલુ છે. ત્યારે ગઇકાલે 78-જામનગર (ઉત્તર) બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ વોર્ડ નં. 11ના ગુલાબનગર વિસ્તરમાં ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો હતો. જેને બહોળુ જનસમર્થન મળ્યું હતું. તમામ સમાજના આગેવાનો વડીલો, માતાઓ, બહેનોએ બિપેન્દ્રસિંહને ભવ્ય આવકાર આપી કોંગ્રેસ તરફી મતદાન કરી બિપેન્દ્રસિંહને જંગી બહુમતિથી વિજયી બનાવવા વચન આપ્યો હતો.

- Advertisement -

બિપેન્દ્રસિંહ જાડેજાએ જામનગર શહેરના સર્વાંગી વિકાસ માટેની ખાતરી આપી હતી. આ જનસંપર્ક યાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષના વિવિધ પાંખના હોદ્ેદારો, કાર્યકરો સહિતનાઓ જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular