Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસરકારના ઈઝ ઓફ લીવીંગ ઈન્ડેક્ષ સર્વેમાં લોકોને જોડાવવા અર્થે જામનગરના ધારાસભ્યોના જનજાગૃત્તિ...

સરકારના ઈઝ ઓફ લીવીંગ ઈન્ડેક્ષ સર્વેમાં લોકોને જોડાવવા અર્થે જામનગરના ધારાસભ્યોના જનજાગૃત્તિ કાર્યક્રમ

- Advertisement -

ભારત સરકારના ઈઝ ઓફ લીવીંગ ઈન્ડેક્ષ સર્વે ચાલી રહ્યો છે. જેમાં જામનગરના લોકોને ભાગ લેવા માટે અપીલ કરવા અર્થે જામનગર શહેરના બંને ધારાસભ્યો દ્વારા આવતીકાલે જન જાગૃત્તિના જાહેર કાર્યક્રમ યોજાશે અને જનતાને સંરક્ષણ માટે જાગૃત કરી આહવાન કરવામાં આવશે.

- Advertisement -

જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા આવતીકાલે શહેરમાં ત્રણ વિવિધ સ્થળોએ જામનગર મહાનગરપાલિકાના ઈન્ડેક્ષ સર્વેમાં લોકોને ભાગ લેવા અપીલ કરવા અર્થે જન જાગૃત્તિના જાહેર કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

આ અંતર્ગત જામનગર શહેરના રણમલ તળાવ ખાતે ગેઈટ નંબર બે ખાતે સવારે સાત વાગ્યાથી, બેડીનાકા વિસ્તાર ખાતે સવારે 10:30વાગ્યે, ચાંદીબજાર ખાતે સવારે 11:30 વાગ્યે, સાંજે 5 કલાકે ડી.કે.વી. સર્કલ તેમજ સાંજે 6 કલાકે ક્રિસ્ટલ મોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે અને જાહેર જનતાને સર્વેક્ષણ માટે જાગૃત કરી આહવાન કરશે.
હાલ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અર્ફેસ દ્વારા સમગ્ર દેશમાં ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ સર્વેક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જે-તે શહેરના નાગરિકો (18 વર્ષથી ઉપરના) દ્વારા સિટીઝન ફીડબેક આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નાગરિકો પોતાના શહેરમાં રહેલી પ્રાપ્ય સુવિધાઓ વિશે સરકારને જણાવી શકે છે. માત્ર 17 જેટલા સામાન્ય વૈકલ્પિક પ્રશ્ર્નો ઓનલાઈન જવાબો આપવાના રહે છે. જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, હવા, પાણી, વિજળી, જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ પ્રત્યુતર દ્વારા જવાબો પ્રાપ્ત થવાથી આગામી સમયમાં સરકાર દ્વારા જે-તે શહેરમાં વિકાસ માટેની નવી દિશા અને આયોજનની રૂપરેખા તૈયાર થઈ શકે.
આ અંતર્ગત જામનગર શહેરની ઈન્ડેક્ષ સર્વેની કામગીરી જામનગર મહાનગરપાલિકા પર સોંપવામાં આવી છે. આ સર્વેમાં ઓનલાઈન ફિડબેક દ્વારા વધુમાં વધુ લોકો સર્વેક્ષણમાં ભાગ લે તે જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular