જામનગર જિલ્લા પંચાયત પાસે જામનગરના શિક્ષકો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઇ કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રીને ટપાલ લખવામાં આવી હતી.
જામનગરમાં શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના પૂન: શરૂ કરવી, ફિકસ પગાર યોજના સહિતના વિવિધ પ્રશ્નોને લઇ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવતો ન હોય. વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા પંચાયત સર્કલ નજીક શિક્ષકો દ્વારા કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ શિક્ષકો દ્વારા મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખી પડતર માંગણીઓ પૂર્ણ કરવા માંગણી કરી હતી. જામનગર જિલ્લામાં પાંચ હજાર જેટલા વિવિધ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.