એસ.ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ના આવતા કાલાવડ નાકા બહાર આવેલ ડીવીઝન કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
એસ.ટી. વિભાગના કર્મચારીઓ દ્વારા ફિકસ પગારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબનો લાભ આપ્યો ન હોય. તેમજ ડ્રાઈવર-કંડકટરના ગે્રડ પે માં થયેલ સુધારા સંદર્ભે સિનીયર જુનીયર કર્મચારીઓના પગાર બાબતે રહેલ વિસંગતતા દુર કરવા તેમજ વર્ગ-4 પાર્ટટાઈમ કર્મચારીઓને વર્ષ 2022 ના બોનસનો લાભ આપ્યો નથી તે ચડત બોનસ આપવા સહિતના પડતર પ્રશ્ર્નોને લઇ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા એસ.ટી. વિભાગના કર્મચારીઓ દ્વારા કાલાવડ નાકા બહાર આવેલ ડીવીઝન કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.