નેશનલ હેલ્થ મિશન યુનિયન દ્વારા પડતર માંગણીઓને લઇ કોઇ નિર્ણય ના આવતા આજરોજ માસસીએલ પર જઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
નેશનલ હેલ્થ મિશન યુનિયન દ્વારા કર્મચારીઓની પગાર સહિતની પડતર માંગણીઓ અંગે અનેકવખત રજૂઆતો કરી છે. ગત તા.7/9/2022 ના રોજ કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ મિટિંગમાં પડતર માંગણીઓનો 15 દિવસમાં ઉકેલ લાવવાની બાહેંધરી આપી હતી. આમ છતાં હજુ સુધી સમસ્યાઓનો ઉકેલ આવ્યો ન હોય કર્મચારીઓ દ્વારા આજરોજ માસસીએલ પર જઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તબકકાવાર કાર્યક્રમોની ચિમકી ઉચ્ચારી હતી અને જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.