Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરપેટ્રોલ ના વધતા ભાવ સામે વિરોધ પ્રદર્શન

પેટ્રોલ ના વધતા ભાવ સામે વિરોધ પ્રદર્શન

- Advertisement -

જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા નાં અધ્યક્ષસ્થાને વિનાયક પેટ્રોલ પંપ ની બાજુ માં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં અસહ્ય વધારાની સામે ધરણાં/ પ્રદર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાલ આ કોરોના ની મહામારી માં અનેક પરિવારો બેહાલ થઇ ગયા છે અને રોજગારી પણ છીનવાઈ ગઈ છે આવા કપરાં સંજોગોમાં સરકાર નાં અણઘડ વહીવટ થી સમગ્ર ભારતની પ્રજા ને જીવન જીવવું દુષ્કર બની ગયું છે તેના વિરોધ માં આજરોજ ધરણાં પ્રદર્શન નો કાર્યક્રમ કરી સુત્રોચાર કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
આ કાયૅક્રમ માં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કણૅદેવસિહ જાડેજા, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર તથા પ્રદિપસિંહ વાળા, જામનગર તાલુકા પંચાયતના વિરોધ પક્ષ ના નેતા ઇસ્માઇલભાઇ ખીરા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ભરતસિંહ જાડેજા, લાલપુર તાલુકા પંચાયત ના સદસ્ય પ્રવિણસિંહ જાડેજા, એડવોકેટ રસિદભાઈ ખીરા, અનિલભાઈ વાઘેલા તથા જામનગર તાલુકા પંચાયતનાં અમિતભાઈ સોનગ્રા, જામનગર તાલુકા પંચાયત ના પૂર્વ ઉપ પ્રમુખ, ભરતસિંહ જાડેજા, રાહુલસિહ ચુડાસમા, જીતેન્દ્ર સિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, ચંદ્રદીપસિંહ જાડેજા, જીલ્લા યુથ કોંગ્રેસ સમિતિના મંત્રી સિધ્ધરાજ સિંહ વાળા, જામનગર તાલુકા/જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular