Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમિલકતવેરા શાખા દ્વારા 11 આસામીઓ પાસેથી રૂા. 2 લાખ 86 હજારથી વધુની...

મિલકતવેરા શાખા દ્વારા 11 આસામીઓ પાસેથી રૂા. 2 લાખ 86 હજારથી વધુની વસુલાત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા શહેરમાં બાકી મિલકત વેરા વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આસામીઓનું સ્થળ ઉપર વોરન્ટની બજવણી પણ કરવામાં આવી છે. વોર્ડ નં. 2માં ગઇકાલે કુલ 17 બાકીદારો પાસેથી રૂા. 12,35,545ની બાકી રકમ માટે વોરન્ટની બજવણી કરવામાં આવી હતી. તેમજ વોર્ડ નં. 14માં 11 આસામીઓ પાસેથી રૂા. 2,27,239ની રકમ બાકી હોય, અનુસુચિની બજવણી કરવામાં આવી હતી.
મિલકત વેરા શાખા દ્વારા હાલમાં શહેરમાં બાકી મિલકત વેરાની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરુપે બાકી મિલકતવેરો ધરાવતા આસામીઓને સ્થળ પર વોરન્ટની બજવણી કરવામાં આવી હતી. તેમજ કુલ 11 આસામીઓ પાસેથી રૂા. 2,86,423ની વસુલાત કરવામાં આવી હતી.

- Advertisement -

વોર્ડ નં.ર માં 2 આસામી પાસેથી રૂા.31,175, વોર્ડ નં.10માં 1 આસામી પાસેથી રૂા.45,878, વોર્ડ નં.14માં 2 આસામીઓ પાસેથી રૂા.40,044 તથા વોર્ડ નં.15માં 6આસામીઓ પાસેથી રૂા.1,69,326 સહિત કુલ-11 આસામીઓ પાસેથી કુલ રૂા.2,86,423ની વસુલાત કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા ઘ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 અંતર્ગત મંજુર થયેલ જનરલ બોર્ડ ઠરાવ અનુસાર જામનગર શહેર હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ મિલ્કતોમાં 2006 (તા.31/3/2006) સુઘીની બાકી રોકાતી મિલ્કત વેરાની રકમ ઉ5ર ચડત થયેલ વ્યાજમાં 100% વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. વ્યાજ માફી યોજના તા.31/3/2023 સુઘી અમલમાં હોય, તો શહેરીજનોનો 100% વ્યાજમાફીનો લાભ લેવા અનુરોઘ કરવામાં આવે છે. તેમજ 2006 (તા.1/4/2006)થી બાકી રોકાતી મિલ્કત વેરાની રકમ ઉ5ર ચડત થયેલ વ્યાજમાં 50% વ્યાજ રાહત યોજના પ્રો-રેટાના ઘોરણે જાહેર કરવામાં આવેલ છે. સદરહુ વ્યાજ રાહત યોજના તા.31/3/2023 સુઘી અમલમાં હોય, તો શહેરીજનોનો 50% વ્યાજ રાહતનો પ્રો-રેટા મુજબ લાભ લેવા અનુરોઘ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular