જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી વેરાદારો પાસેથી રૂા.2 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી રહી હતી.
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકત વેરાદારો પાસેથી વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ સોમવારે વોર્ડ નં.ર માં બે આસામીઓ પાસેથી રૂ.31,890, વોર્ડ નં.4 માં 1 આસામી પાસેથી રૂા.11,355, વોર્ડ નં.13 માં બે આસામીઓ પાસેથી રૂ.35,100, વોર્ડ નં.14 માં 1 આસામી પાસેથી રૂા.20,801, વોર્ડ નં.15 માં બે આસામીઓ પાસેથી રૂા.55,690 તથા વોર્ડ નં.17 માં પાંચ આસામીઓ પાસેથી રૂા.92,170 સહિત કુલ-13 આસામીઓ પાસેથી કુલ રૂ.2,47,006 ની વસુલાત કરવામાં આવી છે.


