જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી મિલકત વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરમાં કુલ 21 આસામીઓ પાસેથી કુલ રૂા.4,36,015 ની વેરા વસૂલાત કરવામાં આવી હતી.
જેમાં વોર્ડ નં.2 માં 5 આસામીઓ પાસેથી રૂ.67,388, વોર્ડ નં.3 માં 2 આસામીઓ પાસેથી રૂ.22,090, વોર્ડ નં.5 માં 4 આસામીઓ પાસેથી રૂ.78,659, વોર્ડ નં.8 માં 1 આસામી પાસેથી રૂ.10,680, વોર્ડ નં.10 માં 1 આસામી પાસેથી રૂ.13,568, વોર્ડ નં.13 માં 2 આસામીઓ પાસેથી રૂ.29,796, વોર્ડ નં.15 માં 1 આસામી પાસેથી રૂ.1,08,644, વોર્ડ નં.18 માં 1 આસામી પાસેથી રૂ.38,560 અને વોર્ડ નં.19 માં 4 આસામીઓ પાસેથી રૂ.66,630 સહિત કુલ-21 આસામીઓ પાસેથી કુલ રૂ.4,36,015ની વસુલાત કરવામાં આવી હતી.