Monday, March 30, 2026
Homeરાજ્યહાલારકટીધાર નજીક બાઇક સ્લીપ થતાં આશાસ્પદ યુવાનનું મોત

કટીધાર નજીક બાઇક સ્લીપ થતાં આશાસ્પદ યુવાનનું મોત

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતો યુવાન તેની નોકરીએથી પરત ઘરે જતો હતો ત્યારે સમાણા નજીક રસ્તા પર બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતાં રાહુલભાઇ કાલીદાસ ગાંજણ (ઉ.વ.35) નામનો યુવાન ગત્ તા. 28ના રોજ બપોરે દોઢેક વાગ્યાના અરસામાં પોતાની નોકરીએથી ઘરે જતો હતો. દરમ્યાન સમાણા નજીક રસ્તા પર કટીધાર પાસે બાઇક પરનો કાબૂ ગુમાવતાં બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહુલને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા થઇ હતી. દરમ્યાન ઇજાગ્રસ્ત રાહુલને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મોત નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની પૂજાબેનએ જાણ કરતાં હે.કો. બી. પી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular