રાષ્ટ્રીય પરશુરામ સેના તથા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આજે પરશુરામ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત ચાર દિવસીય કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં સર્વ જ્ઞાતિ માટે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ પરશુરામ ગાથા અને બે દિવસ માટે સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજમાં એકતાના શુભ હેતુથી સમસ્ત બ્રહ્મ સમાજના 16 બટુકોને યજ્ઞોપવિત સંસ્કારો ધારણ કર્યા હતાં. આશરે 1200 થી 1300 લોકો આ આયોજનમાં જોડાયા હતા તેવું રાષ્ટ્રીય પરશુરામ સેનાના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કેતનભાઈ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.