ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે આવતીકાલે મંગળવાર તા. 18 મીના રોજ 12 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણ પ્રાસન ઓરલ ડ્રોપ્સ પીવડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સુવર્ણ પ્રાસનએ બાળકોને મુખ વાટે આપવામાં આવતા ટીપાની પ્રાચીન શાસ્ત્રોક્ત જડીબુટ્ટીમાંથી બનાવવામાં આવે છે. આ ઔષધીના ગુણો આયુર્વેદમાં અમૃત સમાન કહેવાય છે અને તેમાં પણ પુષ્ય નક્ષત્રમાં જો બાળકોને આ સુવર્ણ પ્રાસન પીવડાવવામાં આવે તો તેની અસર દસ ગણી વધી જાય છે.
આવતીકાલે મંગળવાર તારીખ 18 મીના રોજ એકમના પુષ્ય નક્ષત્ર હોવાથી ખંભાળિયામાં આવેલા જલારામ મંદિર ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં 12 વર્ષ સુધીના બાળકોને ટીપા પીવડાવી, તેના સર્વાંગી વિકાસ માટે સહભાગી થવા લાયન્સ ક્લબના હોદ્દેદારો દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.