રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૭.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૯૭૫.૮૦ સામે ૫૨૯૮૫.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૭૮૩.૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૧૯.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૩.૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૮૫૨.૨૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૫૩.૧૦ સામે ૧૫૭૮૧.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૮૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૮૧૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વિશ્વભરમાં કોરોના સંક્રમણ ઝડપી ફેલાવા લાગતાં અને મોંઘવારીના પરિબળે વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મોટી ચિંતાએ વૈશ્વિક બજારોમાં યુરોપના બજારોમાં ઘટાડાની સાથે છેલ્લા કેટલાક દિવસોથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, વિદેશી ફંડો ભારતમાંથી રોકાણ સતત પાછું ખેંચી રહ્યાની નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિની સાથે દેશભરમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વધવા લાગી હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસ ઝડપી બનવાના અંદાજો અને કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવતા છતાં ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ અપાયો હતો.
કોરોના સંક્રમણની ત્રીજી લહેર માટે કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા લેવાઈ રહેલી તકેદારીની સાથે આરંભિક તબક્કામાં તેજી કર્યા બાદ કોરોના સંક્રમણ કાળને લઈને ગત મહિનાઓમાં વિશ્વભરમાં લોકડાઉનની પરિસ્થિતિના પરિણામે ઔદ્યોગિક પ્રવૃતિ ઠપ્પ થઈ જવાના પરિણામે અનેક ક્ષેત્રોની કામગીરીને અસર પડતાં અને આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધુ વધારો થવાના અંદાજો અને તેના પરિણામે મોંઘવારીમાં અસહ્ય વધારો થવાની શકયતાના નેગેટીવ પરિબળે આજે ફંડોએ ઉછાળે પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ આવ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝિક મટિરિયલ્સ, હેલ્થકેર, આઇટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, મેટલ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૫ અને વધનારની સંખ્યા ૧૮૩૭ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૯૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારી વચ્ચે પણ ભારતીય શેરબજારે અભૂતપૂર્વ પ્રદર્શન કરી સતત નવી ઐતિહાસિક ઉંચાઇ નોંધાવી છે. આ ઐતિહાસિક તેજીની તક ઝડપી લેવા મોટી સંખ્યામાં કંપનીઓએ આઇપીઓ મારફતે નાણાં એક્ત્ર કરવાની યોજના ઘડી છે. આથી એવી આશા વ્યક્ત કરાઇ છે કે વર્ષ ૨૦૨૧માં કંપનીઓ દ્વારા આઇપીઓ મારફતે રેકોર્ડ ભંડોળ એક્ત્ર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનિય છે કે, આ પૂર્વે કેલેન્ડર વર્ષ ૨૦૧૦માં કોલ ઇન્ડિયા, એનટીપીસી, એનએમસીડી અને વર્ષ ૨૦૧૭માં ૩૮ આઇપીઓ મારફતે સૌથી વધુ ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ઉભા કર્યા હતા. જેમાં ઘણી વીમા કંપનીઓ આઇપીઓ લાવી હતી.
કેલેન્ડર વર્ષ ૨૦૨૧ દરમિયાન અત્યાર સુધીમાં કંપનીઓએ આઇપીઓ મારફતે અંદાજીત રૂ.૫૧,૦૦૦ કરોડ ઊભા કર્યા છે. હવે આગામી દિવસોમાં ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ અને રોલેક્સ રિંગ્સ દ્વારા આઇપીઓ મારફતે નાણાં એક્ત્ર કરવામાં આવશે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧ સમાપ્ત થવામાં હજી પાંચ મહિના બાકી છે અને બજારની પરિસ્થિતિ સાનુકુળ રહેવાની આશા છે. આમ તમામ પરિદ્રશ્યોને ધ્યાનમાં રાખતા કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં આઇપીઓ દ્વારા રેકોર્ડ ભંડોળ એક્ત્રિકરણ થઇ શકે છે.
તા.૨૭.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૬.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૮૧૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૭૩૭ પોઈન્ટના પ્રથમ અને ૧૫૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૮૪૮ પોઈન્ટ થી ૧૫૮૮૮ પોઈન્ટ ૧૫૯૦૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૬.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૪૯૫૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૦૦૮ પોઈન્ટ થી ૩૫૧૦૮ પોઈન્ટ, ૩૫૧૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ઈન્ફોસિસ લિ. ( ૧૬૦૧ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૨૨ થી રૂ.૧૬૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૩૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિ. ( ૧૫૫૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- લુપિન લિ. ( ૧૧૬૫ ) :- રૂ.૧૧૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૧૩૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૮૩ થી રૂ.૧૧૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ઓરબિન્દો ફાર્મા લિ. ( ૯૫૫ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૩ થી રૂ.૯૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સિસ બેન્ક લિ. ( ૭૫૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૬૭ થી રૂ.૭૭૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. ( ૨૦૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઈલ અને ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૬૦ થી રૂ.૨૦૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઈન્ડીગો ( ૧૭૩૭ ) :- રૂ.૧૭૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૨૨ થી રૂ.૧૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- રામકો સિમેન્ટ લિ. ( ૧૧૨૩ ) :- સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- HCL ટેકનોલોજી ( ૯૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૭૮ થી રૂ.૯૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સન ફાર્મા ( ૭૦૧ ) :- ૭૨૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૮૬ થી રૂ.૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )