Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતપ્રોફેસરોને સાતમા પગારપંચનો લાભ

પ્રોફેસરોને સાતમા પગારપંચનો લાભ

વિધાનસભામાં જાહેરાત કરતાં શિક્ષણમંત્રી

- Advertisement -

ગુજરાત વિધાનસભા ગૃહમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રશ્ર્નોતરી કાળ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી તથા બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયર્સ ચૂકવાશે.
શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજોના પ્રાધ્યાપકોને યુજીસીની ભલામણ મુજબ કેન્દ્રીય સાતમા પગાર પંચના પગાર સુધારણાનો લાભ આપવામાં આવશે. કોરોનાની મહામારીને કારણે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો છે તેમ છતાં શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે આ લાભ શિક્ષણ વિભાગના તા. 1-2-2019ના ઠરાવ મુજબ તા. 1-1-2016થી આપવામાં આવશે. જેમાં મળવાપાત્ર કુલ એરિયર્સની 50 ટકા રકમ પ્રથમ હપ્તા પેટે ચૂકવવામાં આવશે.
નોંધનીય છે કે સાતમા પગાર પંચની માગ છેલ્લા કેટલાય સમયથી સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હતી. આ અંગે ધરણા પણ કરવામાં આવ્યા હતા અને સરકાર સામે રજૂઆતો પણ કરવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા પ્રાધ્યાપકોની આ માંગણીને સ્વીકારીને સાતમા પગાર પંચના અમલની જાહેરાત આવકારદાયી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular