Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજાતિય સતામણી પ્રકરણમાં વધુ ત્રણ એટેન્ડન્ટના નિવેદન લેવા કાર્યવાહી

જાતિય સતામણી પ્રકરણમાં વધુ ત્રણ એટેન્ડન્ટના નિવેદન લેવા કાર્યવાહી

આઠ એટેન્ડન્ટના નિવેદન લેવાયા : 60 થી વધુ યુવતીઓ ભોગ બની : કોવિડ હસ્પિટલનું જાતિય સતામણી પ્રકરણ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ?

- Advertisement -

જામનગરની જી. જી. હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં થયેલી જાતિય સતામણીના ચકચારી પ્રકરણમાં રાજ્ય સરકારના આદેશ બાદ હરકતમાં આવેલા તંત્ર એ તપાસ કમિટી નિમ્યા બાદ આ કમિટી દ્વારા ભોગ બનેલા એટેન્ડન્ટ યુવતીઓના નિવેદન લીધા પછી સમગ્ર રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રીપોર્ટ હવે કલેકટરને સોંપવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકરણમાં કયા કારણોસર ઢીલી નીતિ દાખવવામાં આવી હતી ? શું આ સમગ્ર પ્રકરણને રાજકીય કે અન્ય દબાણ હેઠળ દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ? આજે ડીનના અદેશ બાદ વધુ ત્રણ એટેન્ડન્ટ યુવતીઓના નિવેદન લેવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જામનગરની કોવિડ હોસ્પિટલના ચકચારી જાતિય સતામણી પ્રકરણમાં 60 થી વધુ એટેન્ડન્ટ યુવતીઓ ભોગ બન્યા બાદ આ સમગ્ર ખૂલ્લુ પડયું હતું અને આ પ્રકરણમાં રાજ્યના ગૃહમંત્રી દ્વારા કરાયેલા તપાસ સમિતિના આદેશ પછી સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને પ્રાંત અધિકારી આસ્થા ડાંગરના નેજા હેઠળ તપાસ સમિતિ દ્વારા આઠ જેટલી એટેન્ડન્ટ યુવતીઓના વીડિયો રેકોડીંગ સાથે નિવેદનો લેવામાં આવ્યાં હતાં અને આ નિવેદનો લીધા બાદ એટેન્ડન્ટ યુવતીઓ રેકોડીંગ નહીં કરવાની વાત પછી વીડિયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું હોવાનો તંત્ર ઉપર આક્ષેપ મૂકયો હતો. જો કે, આ મામલે પ્રાંત અધિકારી દ્વારા કોઇ પણ યુવતીના નિવેદનમાં ફેરફાર હોય તો તપાસ સમિતિ સમક્ષ રજૂઆત કરી શકે તેમ જણાવ્યું હતું. આ મામલે તપાસ સમિતિ દ્વારા રિપોર્ટ તૈયાર કરી કલેકટરને સોંપવામાં આવ્યો હતો અને ડીન દ્વારા ગુરૂવારે આદેશ બાદ આજે વધુ ત્રણ એટેન્ડન્ટ યુવતીઓ નિવેદન આપવા માટે ડીનની ઓફિસે પહોંચી હતી. આ ચકચારી પ્રકરણની શરૂઆતમાં જાતિય સતામણીના આક્ષેપ સાથે એલ.બી. પ્રજાપતિ, પારસ રાઠોડ, રવિ, નંદન રાઠોડ, દિવ્યા કથીરિયા અને સાગર પરમાર સહિતના વ્યક્તિઓના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે, આ ચકચારી પ્રકરણમાં હજુ સુધી વિધિવત ગુનો નોંધવામાં આવ્યો નથી અને કલેકટરને રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ તપાસ સમિતિ દ્વારા કલેકટરને રિપોર્ટ સુપ્રત કરી દેવામાં આવ્યો છે. હવે આગળની કાર્યવહી કેટલાં સમયમાં કરવામાં આવે છે ? તે જોવાનું રહ્યું.

- Advertisement -

યૌન ઉત્પીડન પ્રકરણમાં તાત્કાલિક ગુનો નોંધો, અન્યથા આંદોલનની કોર્પોરેટરની ચિમકી

જામનગરની જી.જી. હોસ્પિટલના કથિત યૌન ઉત્પીડન મામલામાં તાત્કાલિક ગુનો દાખલ કરવા જામનગરના વોર્ડ નં. 1ના કોર્પોરેટર અને એડવોકેટ નુરમામદ ઓસમાણ પલેજાએ માંગણી કરી છે.
મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, આ પ્રકરણમાં તાત્કાલિક ગુનો નોંધવા સાથે સિટીંગ જજ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે. તેમણે તેમ પણ જણાવ્યું છે કે, હાલ સરકાર દ્વારા નિમવામાં આવેલી તપાસ સમિતિ દ્વારા યોગ્ય રીતે તપાસ કરવામાં આવતી નથી. તેમજ પીડિતાઓના યોગ્ય નિવેદનો પણ નોંધાવામાં આવતા નથી. આ પ્રકરણમાં 24 કલાકમાં ગુનો નોંધવામાં નહીં આવે તો આશ્ર્ચર્યજનક કાર્યક્રમ દ્વારા લોકોને સાથે રાખી આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular