દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાવાયરસ અંગે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ જુદા જુદા પોલીસ મથકમાં કુલ વીસ આસામીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વિમલભાઈ અરવિંદભાઈ રાજ્યગુરૂ, અબ્બાસઅલી કાસમઅલી બુખારી અને ભવાનીશંકર ગોરધનભાઈ ત્રિવેદી સામે, ભાણવડમાં રમેશ છગનભાઈ ગોહેલ, અતુલ નગીનદાસ મહેતા, મામદ સુલેમાન હિંગોરા અને યાસીન મામદ હિંગોરા સામે, કલ્યાણપુરમાં અશ્વિન મૂરજીભાઈ સોનગરા, અમા સવજીભાઈ પરમાર અને ભરત સાજઈભાઈ કોડીયાતર સામે, દ્વારકામાં સિકંદર રજાક શેખ, કુરજી વિઠ્ઠલભાઈ પરમાર, ધવલ દયાળજીભાઈ મકવાણા, વિજય કરસનભા માણેક અને સલીમુદ્દિન મુમતાઝઅલી શેખ સામે, ઓખામાં ઓસમાન ઈબ્રાહીમ બેતારા સામે, સલાયામાં સિરાજ ગુલમામદ સુંભાણીયા સામે, જ્યારે મીઠાપુરમાં રાણા પબા હાથિયા, સુલેમાન ઉંમર હાકડા અને ખેરાજ રણછોડ દાવદ્રા સામે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.