Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડમાં પેટ્રોલિયમ પદાર્થને મંજૂરી વગર વેચતા શખ્સ સામે કાર્યવાહી

ભાણવડમાં પેટ્રોલિયમ પદાર્થને મંજૂરી વગર વેચતા શખ્સ સામે કાર્યવાહી

દુકાનમાં 7000 લીટર એલડીઓનો જથ્થો મંગાવી રાખ્યો હતો

- Advertisement -

ભાણવડના રણજીતપરા વિસ્તારમાં રહેતા અને વિજયપુર રોડ પર દાસારામ એન્ટરપ્રાઈઝ નામની દુકાન ધરાવતા અમિત દેવાણંદભાઈ પિપરોતર નામના સગર યુવાને પેટ્રોલિયમ પ્રોડક્ટ અંગે સરકારના નિયમને અવગણી મંજૂરી વગર તથા ફાયર સેફ્ટીના સાધનો વગર પોતાની દુકાનમાં 7000 લીટર એલડીઓનો જથ્થો મંગાવી રાખ્યો હતો.

- Advertisement -

આ સ્થળે ભાણવડ પોલીસે ચેકિંગ દરમિયાન દુકાન માલિક અમિત પિપરોતર સામે આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3(2) ડી તથા આઈપીસી કલમ 285 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular