Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસમર્પણથી બેડી બંદર રિંગરોડ પહોળો કરવાના કામમાં લોટ-પાણીને લાકડા

સમર્પણથી બેડી બંદર રિંગરોડ પહોળો કરવાના કામમાં લોટ-પાણીને લાકડા

- Advertisement -

- Advertisement -

જામનગરમાં સમર્પણથી બેડી બંદર સુધીના રિંગરોડને પહોળો કરવાનું કામ લોટ-પાણીને લાકડા જેવુ થઇ રહ્યું હોવાની ફરિયાદ વોર્ડ નં. 1ના કોર્પોરેટર નુરમામદ ઓસમાણ પલેજાએ કરી છે. મ્યુ. કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, કામની રૂબરૂ વિઝિટ કરતા રોડની બન્ને સાઇડ પહોળી કરવામાં જે મોરમ-માટી વગેરે સ્પેશીફીકેશન ટેન્ડરના નિયમો અને અગાઉના હૈયાત રોડની સમકક્ષ જ માલની ક્વોલેટી જળવાય તે રીતનું નાખી અને કામ કરવાનું હોય છે. પરંતુ આ રિંગરોડની પહોળાઇના કામમાં નંદનિકેતન સ્કૂલ પાસેથી બેડી બંદર તરફ જતાં રસ્તા ઉપર આ કામમાં જરુરીયાત મુજબનું કોઇ ખોદકામ કરવામાં આવેલ નથી તે પહોળાઇના કામમાં હાર્ડમોરમ સહિતની મેટલો નાખી પાણી વિગેરે છાંટી રોલર કરી અને ટેન્ડરમાં દર્શાવ્યા મુજબની હકીકતે કામ કરવાનું થતું હોવા છતાં આ કામમાં આવી કોઇ કાર્યવાહી કરવાની જગ્યાએ ફકતને ફકત થોડુ ખોદકામ કરી અને તેના ઉપર થોડી કાંકરી નાખી અને ત્યાંના ખારાશવાળા જમીનના ખરાબાની માટી નાખી ઉપર ડામર કરવાનું કામ કરી રહ્યાં છે. બેડી બંદરના રોડ ઉપર આવેલ વે-બ્રિજ પાસેથી બેડી બંદર રોડ ઉપરના ડેરી સુધીના બન્ને ભાગ અત્યંત ખારાશવાળી અને દરિયાઇ જમીન હોવા છતાં પહોળાઇ વધારવાના કામમાં તે પાણાઓ ઉપર હાર્ડમોરમ નાખવાના બદલે ફકત ખારાશવાળી માટીના પાળા ઉભા કરી અને તેમાં ફૂટ-દોઢ ફૂટનું ફકત ખોદાણ કરી અને તેના ઉપર કાંકરી નાખી અને તે રોડની કામગીરી પુરી કરવામાં આવી રહી છે. આ 500 મીટર જેટલા રોડમાં બન્ને બાજુમાં વરસાદી પાણીનો નિકાલ પણ કરવામાં આવેલ નથી અને તેથી જોડીયાભુંગા અને માધાપુર ભુંગાના રહેણાંકના મકાનોમાં પાણી ભરાશે અને આ ખારબાની માટી એક જ વરસાદમાં ધોવાઇ જશે જેના કારણે આ રોડ ઉપર આવતા ભારે વાહનોના કારણે આ રોડ તૂટી જશે અને અકસ્માતો સર્જાશે જેના કારણે લોકોની જાન-માલની નુકસાની થવાનો પૂરેપૂરો સંભવ છે. રસ્તાના નબળા કામ અંગે તેમણે તસવીરો રજુ કરી આ માટે જવાબદાર કોન્ટ્રાકટર અને પાલિકાના અધિકારીઓ સામે તાકિદે કાર્યવાહી કરવાની માગણી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular