Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઓક્સિજનની તંગી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો મોટો નિર્ણય

ઓક્સિજનની તંગી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો મોટો નિર્ણય

કોરોનાની મહામારી વચ્ચે ભારત ઓક્સિજનની તંગીનો સામનો કરી રહ્યું છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે PM Cares Fund માંથી 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટરની ખરીદી કરવામાં આવશે.  આ ઉપરાંત  500 નવા ઓક્સિજન પ્લાન્ટને મંજુરી આપવામાં આવી છે.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ હાઈ લેવલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો કે આ ઓક્સિજન કન્સન્ટ્રેટરને વહેલી તકે ખરીદવી જોઈએ અને કોવિડ -19 ના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોને પૂરા પાડવામાં આવે. અગાઉ, સરકારે પીએમ કેરેસ ફંડમાંથી 713 પીએસએ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે.

પીએમ મોદીએ ટ્વિટ દ્રારા આ માહિતી આપતા જણાવ્યું છે કે ‘એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદવામાં આવશે, સાથે સાથે પીએસએ કેરેસ ફંડમાંથી 500 વધુ પીએસએ ઓક્સિજન પ્લાન્ટની મંજૂરી આપવામાં આવી છે. આ જિલ્લા મુખ્યાલય અને શહેરોમાં ઓક્સિજન ઉપલબ્ધતામાં સુધારો કરશે. ‘

- Advertisement -

આ 500 પીએસએ ઓક્સિજન પ્લાન્ટોની સ્થાપના DRDO અને વિજ્ઞાનિક તથા ઓદ્યોગિક અનુસંધાન પરિષદ દ્વારા બનાવવામાં આવેલ ટેકનોલોજી અને ડોમેસ્ટીક મેન્યુફેકચરર દ્રારા કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular