પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા. 17 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવી રહયા છે. આ મુલાકાત દરમ્યાન તેઓ સોમનાથ દાદાના દર્શન કરશે. ગુજરાતમાં સોમનાથમાં 17 થી 30 એપ્રિલ સુધી યોજાઇ રહેલાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વડોદરા અને એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં બન્ને રાજયો વચ્ચે ભાષા, સંસ્કૃતિથી લઇને શિક્ષણ અંગે આદાન-પ્રદાન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મૂળ સૌરાષ્ટ્રના તમિલ લોકો ગુજરાતી ભાષા પણ શિખશે. સાથે-સાથે સંગીત, ડ્રામા, રમત-ગમત સહિત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થશે.