Sunday, December 28, 2025
Homeરાજ્યગુજરાતપ્રધાનમંત્રી મોદીએ ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી મોદીએ ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું

વિવિધ દેશોના પ્રતિનિધિઓ, ડિફેન્સ કંપનીના ચેરમેનો ભારતનું રક્ષા પ્રદર્શન જોઇ અભિભૂત થયા

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિફેન્સ એક્સપો-2022નું ઉદઘાટન કર્યું. આ સાથે જ હવે અમદાવાદ – ગાંધીનગર-પોરબંદરમાંથી દેશની તાકાત દુનિયા દેખશે. નરેન્દ્રભાઈ સાથે ભુપેન્દ્રભાઈની ઉપસ્થિતિએ “ડબલ એન્જીનની સરકાર સૂત્ર ફરી યાદ કરાવ્યું છે. આ તકે વિવિધ દેશોના પ્રતિનિધિઓ, જુદી જુદી ડિફેન્સ કંપનીના ચેરમેનો, ડિરેક્ટરો ભારતનું ’રક્ષા પ્રદર્શન’ જોઈ અભિભૂત થયા હતા.

- Advertisement -

આ તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સને સંશોધન અને ઈનોવેશન દ્વારા સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા માટે નવા વિચારો સાથે આવવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબ રાષ્ટ્રને મજબૂત, સમૃદ્ધ અને ’આત્મનિર્ભર ભારત’ બનાવવામાં યોગદાન આપવાનું આહવાન કર્યું છે. 12મા ડિફેન્સ એક્સપોના ભાગ રૂપે સંરક્ષણ મંત્રાલયના ઈનોવેશન્સ ફોર ડિફેન્સ એક્સેલન્સ-ડિફેન્સ ઈનોવેશન ઓર્ગેનાઈઝેશન 100 IDEX દ્વારા આયોજિત ઈવેન્ટ મંથન 2022નું ઉદ્ઘાટન કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સ સંરક્ષણ ક્ષેત્રમાં સાહસ કરી રહ્યા છે. સરકારે તેમના તેમજ રાષ્ટ્રના વિકાસ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવી છે.

રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે 50 થી વધુ તકનીકી ક્ષેત્રોમાં ઉત્પાદનો-ટેકનોલોજી વિકસાવવા માટે 100 થી વધુ IDEX વિજેતાઓ માટે રૂ. 300 કરોડથી વધુ મંજૂર કરવામાં આવ્યા છે, ભારપૂર્વક જણાવ્યું હતું કે શઉઊડ પહેલે એ ખ્યાલને બદલી નાખ્યો છે કે સંરક્ષણ ઉત્પાદન માત્ર મોટા ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ માટે છે. છેલ્લા 7-8 વર્ષોમાં ઉકેલો અને લક્ષ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને રાષ્ટ્રની ચેતનામાં પરિવર્તન આવ્યું છે. અગાઉ, યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપવું મુશ્કેલ હતું, પરંતુ IDEX જેવી પહેલોએ આપણા યુવા સાહસિકોને સશક્ત બનાવ્યા છે અને તેમને ઉડવાની પાંખો આપી છે. IDEX ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની એક મોટી પહેલ છે, જે ઉદ્યોગસાહસિકોને અત્યાધુનિક ટેક્નોલોજી વિકસાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનું પ્લેટફોર્મ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular