છેલ્લા બે અઠવાડિયામાં દેશમાં ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19ના કેસોમાં થયેલા વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મોદીએ કોરોના નિયમોના પાલન પર ભાર મૂકીને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો આદેશ આપ્યો હતો. વડાપ્રધાન કાર્યાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશમાં કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિની સમીક્ષા કરવા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સની સજ્જતા, રસીકરણ ઝુંબેશની સ્થિતિ, કોવિડ-19ના વેરિયન્ટ, ઈન્ફલ્યુએન્ઝાના વેરિયન્ટ્સ અને તેની દેશની જાહેર આરોગ્ય પરની અસરોના સંદર્ભમાં આ બેઠક યોજી હતી.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આરોગ્ય સચિવ રાજેશ ભુષણે ભારતમાં કોરોનાના વધતા જતા કેસો સહિત વૈશ્ર્વિક કોરોના ટ્રેન્ડને આવરી લઇને એક સર્વગ્રાહી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પ્રધાનમંત્રીને દેશમાં કોરોનાના વધતા જતાં કેસોની માહિતી આપવામાં આપી હતી. 22 માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતમાં દરરોજ સરેરાશ 888 નવા કેસો નોંધાયા હતા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.98 ટકા રહ્યો હતો. જોકે આ સપ્તાહ દરમિયાન વિશ્ર્વમાં દૈનિક સરેરાશ 1.08 લાખ કેસો નોંધાયા હતા.
નિવેદનમાં જણાવાયું હતું કે 22 ડિસેમ્બર 2022ના રોજ યોજાયેલી અગાઉની કોરોના સમીક્ષા બેઠક દરમિયાન મોદીએ આપેલા આદેશો અંગે લેવાયેલા પગલાંની માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાનને માહિતી અપાઈ હતી કે કોરોનાની મુખ્ય 20 દવાઓ, અન્ય 12 દવાઓ, બફર સ્ટોકની આઠ દવાઓ અને ઇન્ફ્લુએન્ઝાની એક દવાની ઉપલબ્ધતા અને તેના ભાવ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
27 ડિસેમ્બર, 2022ના રોજ 22,000 હોસ્પિટલોમાં એક મોક ડ્રીલ પણ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ હોસ્પિટલો દ્વારા ઘણા ઉપચારાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.
વડાપ્રધાનને દેશમાં ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનામાં નોંધાયેલા H1N1 અને ઇં3ગ2ના વધુ કેસોના સંદર્ભમાં વાકેફ કરાયા હતા. ઙખઘએ જણાવ્યું હતું કે મોદીએ નિયુક્ત INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઓમાં પોઝિટિવ સેમ્પલોના સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ વધારવા માટે અધિકારીઓને આદેશ આપ્યો હતો. તેનાથી જો કોઇ નવા વેરિયન્ટ્સ હોય તો તેને ટ્રેક કરવામાં અને સમયસરના પગલાં લેવામાં મદદ મળશે. વડાપ્રધાને હોસ્પિટલ સંકુલોમાં દર્દીઓ, હેલ્થ પ્રોફેશનલ્સ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા માસ્ક પહેરવા સહિત કોવિડ-યોગ્ય વર્તન પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો અને વિવિધ રોગ ધરાવતા લોકો ભીડવાળા વિસ્તારોમાં જાય ત્યારે માસ્ક પહેરવું સલાહભર્યું છે.
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરીથી ચિંતાજનક સ્તરે વધી રહ્યાં છે. બુધવારે આરોગ્ય મંત્રાલયે અપડેટ કરેલા ડેટા મુજબ દેશમાં કોરોનાના નવા 1,134 કેસો નોંધાયા હતા અને પાંચ લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા પણ વધી 7,026 થઈ હતી. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એકના મોત થયા હતા. કોરોના સંકટ વચ્ચે દેશ ઇં3ગ2 ઈન્ફલ્યુએન્ઝાના કેસોનો પણ સામનો કરી રહ્યો છે. અત્યાર સુધીમાં 5,30,813 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ડેટા અનુસાર, ભારતમાં સંક્રમણનો દૈનિક દર 1.09% છે અને સાપ્તાહિક દર 0.98% છે. હાલમાં દેશમાં 7,026 લોકો કોરોના વાયરસના સંક્રમણની સારવાર હેઠળ છે, જે કુલ કેસના 0.02% છે. આંકડા અનુસાર, દર્દીઓનો રીકવરી રેટ 98.79% છે.