કોરોના મહામારીની બીજી લહેર ભલે કમજોર થઇ રહી હોય પરંતુ ત્રીજી લહેરની આશંકાઓ જતાવાઈ રહી છે. ત્રીજી લહેર વચ્ચે કેટલાક રાજ્યોમાં શાળાઓ ખોલવાને લઇને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ બધા વચ્ચે IMCRના ડીરેક્ટર જનરલ ડૉ.બલરામ ભાર્ગવે શાળાઓ ખોલવા પર એક મોટી વાત કહી છે.
આજે રોજ સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જયારે ડોક્ટર ભાર્ગવને શાળાઓ ખોલવાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી શકે છે કારણકે યુવાઓની તુલનામાં નાના બાળકોને કોવિડના સંક્રમણનો ખતરો ઓછો છે. તેઓએ જણાવ્યું કે યુરોપના કેટલાક દેશોમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે પ્રાથમિક શાળાઓ શરુ હતી. માટે શરૂઆતમાં પ્રાયમરી શાળાઓ અને બાદમાં હાઈસ્કુલ ખુલી શકે છે. પરંતુ જેટલો પણ સ્ટાફ છે શિક્ષકો, બસ ડ્રાઈવર અને બીજા સ્ટાફે વેક્સિનેટેડ થવું જરૂરી છે.