Monday, December 23, 2024
Homeરાજ્યહાલારઓખાથી બેટદ્વારકા વેચ્ચેનો સિગ્નેચર બ્રિજ લોકાર્પણ કરવા રજૂઆત

ઓખાથી બેટદ્વારકા વેચ્ચેનો સિગ્નેચર બ્રિજ લોકાર્પણ કરવા રજૂઆત

- Advertisement -

દ્વારકા જિલ્લાના ઓખાથી બેટદ્વારકા વચ્ચે થયેલા સિગ્નેચર બ્રિજનું 2017-ઓકટોબરમાં ચાલુ કરવામાં આવ્યું હતું. જે 36 મહિનાની અંદર પૂર્ણ કરવાનું હતું. હાલમાં 3 વર્ષ પૂર્ણ થઇ ગયા હોવા છતાં બ્રિજનું કામ પૂર્ણ થયું નથી. જે તાત્કાલિક કામ પૂર્ણ કરી લોકાર્પણ કરવાની જામનગર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

ઓખાથી બેટદ્વારકા વચ્ચે તૈયાર થયેલા સિગ્નેચર બ્રિજનું કન્સ્ટ્રકશન વર્ક વર્ષ 2017માં ઓકટોબર માસમાં શરુ કરવામાં આવ્યું હતું. જે 36 મહિનાની ડેડલાઇટનમાં 3 વર્ષમાં કામ પુરું કરવાની શરતે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. 72 માસ એટલે કે, છ વર્ષ પુરા થયા છતાં આ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી. ગોકળગાયની જેમ ચાલતું કામ ઝડપથી પુરું થાય તો દેશભરમાંથી દ્વારકાધિશના દર્શને આવતાં શ્રધ્ધાળુઓને આ નવા વર્ષના દિવસોમાં લાભ મળે, અને હાલ ફેરી બોટમાં ઠસ્સો-ઠસ્સ યાત્રાળુઓ ભરવામાં આવે છે. જેથી પ્રવાસીઓ જાનના જોખમે બોટમાં મુસાફરો મજબૂર બને છે. આ યાત્રાધામમાં યાત્રિકોની સુવિધા માટે તુરંત આ બ્રિજના લોકાર્પણ કરવાની માગણી જામનગર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભરતભાઇ વાળા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને લેખિત માગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular