જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ દર્દીઓને હોસ્પિટલ સ્ટાફના મીસ મેનેજમેન્ટને કારણે મુશ્કેલીઓ પડતી હોય અખીલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા મેડિકલ કોલેજ જામનગરના ડીન ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
જી.જી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને ઘરેથી મોકલેલ જમવાના ટીફિન ચારથી પાંચ કલાક સુધી પહોંચતા ન હોય, દર્દીઓ દ્વારા સ્ટાફને વારંવાર બોલાવવા છતાં જવાબ આપતા ન હોય, રાત્રિ દરમિયાન કોવિડ વોર્ડના કોન્ટેકટ નંબર સતત બંધ આવવા સહિતના પ્રશ્ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.