Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસમ્મેત શિખર પ્રવાસન પ્રોજેકટ રદ્ કરવા તૈયારી

સમ્મેત શિખર પ્રવાસન પ્રોજેકટ રદ્ કરવા તૈયારી

જૈનોના અત્યંત પવિત્ર ધર્મસ્થાન સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના સામે દેશભરમાં ફાટી નીકળેલા આક્રોશને પગલે ઝારખંડ સરકાર ઢીલી પડી છે અને આ દરખાસ્ત પાછી ખેંચવાની તૈયારી બતાવી છે.

- Advertisement -

ઝારખંડમાં જેએમએમના વડપણ હેઠળની સરકારે એવી ચોખવટ કરી હતી કે પારસનાથ હીલ (સમ્મેદ શિખરજી)ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દરખાસ્ત 2019માં તત્કાલીન ભાજપ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ ક્ષેત્રને કેન્દ્ર સરકારે ઇકો-સેન્સેટીવ ઝોન જાહેર કર્યા બાદ તત્કાલીન રઘુબાર દાસ સરકારે આ દરખાસ્ત કરી હતી. હવે જૈન સમાજના વિરોધને ધ્યાને રાખી જૂની દરખાસ્ત રદ કરવાની તૈયારી છે એટલું જ નહીં તેને ધાર્મિક સ્થળ જાહેર કરવાની પણ તૈયારી છે. સરકાર ધાર્મિક પવિત્રતા જાળવવા પ્રતિબધ્ધ છે. જૈનોની ધાર્મિક લાગણીને દુભાવવાનો કોઇ ઇરાદો નથી. જૈન સમાજ દ્વારા એવી શંકા-દહેશત વ્યક્ત કરવામાં આવી હતી કે સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો ત્યાં શરાબ-માંસાહાર જેવા દુષણો ઉભા થઇ શકે છે. જૈનોના 24 પૈકિના 20 તિર્થંકરોએ આ સ્થળે મોક્ષ મેળવ્યો છે. ત્યારે આ ધર્મસ્થળની પવિત્રતા જળવાઈ ન શકે.સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના પ્રસ્તાવ સામે દેશ-વિદેશના જૈન સમાજમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular