ગુજરાત ઇન્ટર કોર્પોરેશન સીઝન ટુર્નામેન્ટ માટે જામનગર મહાનગરપાલિકા ખાતે આજરોજ જામનગર મેયર ઇલેવન અને કમિશ્નર ઇલેવનની ટીમો માટે પુજા કરવામાં આવી હતી. અને મેયર કપ વિજેતા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
View this post on Instagram
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે આ ટુર્નામેન્ટ ભાવનગર ખાતે યોજાનાર છે. જેમાં જામનગર મેયર ઇલેવન તથા જામનગર કમિશ્નર ઇલેવનની ટીમ ભાગ લેશે જે માટે આજરોજ જામનગર મહાનગર પાલિકા કચેરી ખાતે આ ટુર્નામેન્ટમાં વિજય થવા માટે પુજા અર્ચના કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઇ ખીમસુર્યા, કમિશ્નર ડી.એન. મોદી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, કોર્પોરેટરો પાર્થભાઇ જેઠવા, ગોપાલભાઇ સોરઠીયા, અરવિંદભાઇ સભાયા, મનીષભાઇ કટારીયા, સુભાષભાઇ જોષી સહિતના ઉપસ્થિત રહી પુજા કરી મેયર કપમાં જામનગર વિજેતા થાય તેવી પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે યોજાયેલ ટુર્નામેન્ટમાં જામનગર મેયર ઇલેવન વિજેતા થઇ હતી.


