કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાશન કાર્ડ ધારકોને દિવાળી સુધી એટલે કે 5મહિના સુધી વિનામૂલ્યે અનાજ આપવાના નિણર્યને કેબિનેટે મંજુરી આપી દીધી છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાશન કાર્ડ ધારકોને જુલાઈથી નવેમ્બર એટલે કે 5મહિના સુધી વિનામૂલ્યે રાશણ આપવામાં આવશે. નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના ચોથા તબ્બકા હેઠળ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) (અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા પરિવારો) ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) હેઠળ આવરી લેવાયેલા સહિતના આવરી લેવાયેલા મહત્તમ 81.35 કરોડ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ 5 કિલો પ્રતિ માસ, નિ:શુલ્ક વધારાના અનાજની વધુ પાંચ માસના સમયગાળા એટલે કે જુલાઈથી નવેમ્બર સુધી વધુ ફાળવણીને મંજૂરી આપી છે.
પાંચ માસ સુધી વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મહત્તમ 81.35 કરોડ લોકોને મફત ફાળવવાની વધારાની મંજૂરીથી અંદાજે રૂ. 64,031 કરોડની ખાદ્ય સબસિડી થશે. આ યોજનામાં ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા 90,000 કરોડ રૂપિયાથી પણ વધૂનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો હવે આમાં છેલ્લા ત્રણ મહિનાનોમ ખર્ચ પણ ઉમેરવામાં આવે તો લગભગ આ આંકડો દોઢ લાખ કરોડ રૂપિયા થઈ જાય છે. ગયા વર્ષેજ્યારે પહેલું લોકડાઉન આપવામાં આવ્યું ત્યારે થોડા જ દિવસો બાદ આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેના કારણે દેશમાં લગભગ 81 કરોડ લોકોને એપ્રિલ, મે અને જૂન મહિનામાં મફત અનાજ આપવામાં આવ્યું હતું.