Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપીજીવીએસલ દ્વારા ફરી એક વખત પ્રિમોન્સુન કામગીરીના કારણે શહેરમાં વીજકાપ

પીજીવીએસલ દ્વારા ફરી એક વખત પ્રિમોન્સુન કામગીરીના કારણે શહેરમાં વીજકાપ

- Advertisement -

ચોમાસાની સિઝન નજીક આવી રહી છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રિમોન્સુન કામગીરીને લઇ પીજીવીસીએલ દ્વારા વીજ કાપ લાદવામાં આવે છે. એક તરફ ઉનાળાની આકરી ગરમી અને બીજી તરફ વીજકાપથી લોકોની પરેશાની બેવડાઇ છે. તાજેતરમાંજ પીજીવીસીએલ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં વીજકાપ લાદવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત પીજીવીસીએલ દ્વારા વીજકાપ લાદવામાં આવ્યો છે. જેને કારણે શહેરીજનોને કાળઝાળ ગરમીમાં ફરી એક વખત આકરી ગરમી વચ્ચે વીજકાપનો સામનો કરવો પડશે.

- Advertisement -

જામનગરમાં પીજીવીસીએલની પ્રીમોન્સૂન કામગીરીના કારણે ફરી એક વખત શહેરમાં અલગ અલગ દિવસે અલગ-અલગ વિસ્તારમાં વીજકાપ લાદવામાં આવી રહ્યો છે. આથી ફરી એક શહેરીજનોને કાળઝાળ ગરમીમાં એસી, પંખા અને કુલર વગર દિવસની 7થી 8 કલાક વિતાવી પડશે. પ્રીમોન્સૂન કામગીરીના કારણે ગત સોમવાર થી શનિવારે સુધી શહેરના અલગ-અલગ વિસ્તારમાં વીજ કાપ લાદવામાં આવ્યો હતો. એક સપ્તાહ સુધી શહેરના અલગ-અલગ વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીને કારણે વીજ કાપ લાદવામાં આવ્યો છે. જેને કારણે શહેરના સરકારી તથા ખાનગી ઓફિસ તેમજ બેંકમાં કોમ્પ્યુટર બંધ રહેતા અનેક નાના મોટા થતા કામકમો તથા વ્યવવરો અટકશે. આ ઉપરાંત હોસ્પિટલમાં દર્દીઓને ગરમી સહિત અનેક સુવધાઓ મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. અત્રે ઉલ્લેખનીય છેકે, હજુ 15 દિવસ પહેલા જ વીજકાપ ઝીંકાયો હતો ત્યાં ફરી વીજકાપ ઝીંકાતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.

કયાં દિવસે કયા વિસ્તારમાં વીજકાપ

મંગળવાર સમય 8 થી 2
રંગમતી પાર્ક, રવિ પાર્ક, પાણીનો ટાંકો, રાજ પાર્ક, ગણેશ કોલ્ડ સ્ટોરેજ, જિલ્લા સેવા સદન, નાગેશ્વર વગેરે વિસ્તાર
બુધવાર સમય: 8 થી 2
ગુલાબનગર,રામવાડી, સીંડીકેટ સોસાયટી, વૃંદાવન, રવિ પાર્ક, વાંજા વાસ વગેરે વિસ્તાર
ગુરૂવાર સમય: 8 થી 2
નોબત કાર્યાલય, લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર ઇન્દ્રપ્રસ્થ, વિભાજી સ્કૂલ, જયશ્રી ટોકીઝ, નવાનગર, સ્કૂલ, ટાઉન હોલ,ખાદી ભંડાર, પંજાબ નેશનલ બેંક, કો કો બેંક, દયારામ લાઇબ્રેરી, સજુબા સ્કૂલ રતનબાઇ મસ્જિદ કલ્યાણજી મંદિર, રણજીત રોડ,
શુક્રવાર સમય : 7 થી 2
બાલાજી પાર્ક સોસાયટી, રેસીડેન્સી ડિફેન્સ કોલોની, ગાયત્રીનગર, સમર્પણ હોસ્પિટલ- ક્વાર્ટર, ખેતીવાડી ફાર્મ, શ્રીનગર એપાર્ટમેન્ટ, હોટલ જાગૃતિ, રાજનગર એપાર્ટમેન્ટ, મહાદેવ મંદિર, અંધાશ્રમ, મેર સમાજ, ખંભાળિયા રોડ, કામદાર કોલોની, પાણીનો ટાંકો, આવાસનગર, મેહુલ સિનેમા,મેહુલ નગર, આઇ.ઓ.સી , નીલકમલ સોસાયટી, હિમાલય સોસાયટી, દલિત નગર હનુમાન ટેકરી, ગાયત્રી પાર્ક ,મયુર પાર્ક,અજંતા સોસાયટી, તુલસીએપાર્ટમેન્ટ, માધવ વિલા, ગુંજન વાટીકા, યાદવ નગર શિવ રેસીડેન્સી, ઈનદીરાનગર, રવિ પાર્ક, આનંદનગર સોસાયટી
શનિવારે સવારે: 8 થી 2
મોહનનગર, નારાયણનગર, બચુનગર, આશાપૂરા ખડકી, ભરવાડો જૂનો કુંભાર વાડો

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular