Saturday, November 23, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં પોસ્ટ બજેટ રેલી યથાવત્...!!

ભારતીય શેરબજારમાં પોસ્ટ બજેટ રેલી યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૨.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૯૭.૭૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૫૦૨૩૧.૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૫૧૫.૮૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૧૦.૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૮.૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૨૫૫.૭૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૯૬.૦૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૪૭૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૧૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૨.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૮.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૧૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સારા ગ્લોબલ સંકેતો વચ્ચે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરવામાં આવેલ કેન્દ્રિય બજેટને ભારતીય શેરબજારે આવકાર્યું સાથે આગામી દિવસોમાં સુધારાને વેગ મળશે તેવી અપેક્ષાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈના સતત થઈ રહેલા રોકાણ પ્રવાહથી સેન્સેક્સ – નિફટી ફ્યુચર સતત નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી રહ્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા જાન્યુઆરી માસમાં સતત ચોથા મહિને ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાં જંગી રોકાણ થતાં અને ચાલુ મહિને પણ આ વખતે કેન્દ્રિય બજેટમાં ઉદ્યોગ જગતને વધુ પ્રોત્સાહનોની જોગવાઈઓ જાહેર થતાં ફોરેન ફંડોની સતત ખરીદી ચાલુ રહેતા માર્કેટ સેન્ટિમેન્ટ સતત પોઝિટિવ જોવા મળી રહ્યું છે.

- Advertisement -

વિશ્વને હચમચાવી મૂકનારા કોરોના વાઈરસના હજુ પણ વૈશ્વિક સ્તરે સંક્રમણ અને ભારતમાં પણ નવા વેવમાં સ્થિતિ નાજુક હોવા સાથે કૃષિ સુધારા મામલે ખેડૂતોના આંદોલન વચ્ચે પરિસ્થિતિ સ્ફોટક હોવા છતાં આર્થિક સુધારા મામલે કેન્દ્ર સરકાર મક્કમ હોઈ ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોનો અવિરત ખરીદી યથાવત રહેતા સેન્સેક્સ – નિફટીમાં નવા વિક્રમો સર્જાવાનું ચાલુ રહ્યું છે. આગામી નાણાં વર્ષ માટેના બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામ દ્વારા વેરામાં ફેરફાર કર્યા વગર અને પ્રોત્સાહક પગલાં જાહેર કરતાં ભારતીય શેરબજારમાં સતત ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. દેશની જાહેર ક્ષેત્રની બેન્કો પરથી પ્રોવિઝનિંગનો ભાર હળવો કરવાના લીધેલા સરાહનીય પગલાં તથા મૂડી ખર્ચમાં વધારો કરવાની દરખાસ્તને પરિણામે સતત ત્રીજા દિવસે બેન્ક શેરોની આગેવાની હેઠળ વિક્રમી તેજી તરફી દોટ આગળ વધી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા  મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૦૩ અને વધનારની સંખ્યા ૧૭૮૨ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, નાણાં પ્રધાને વર્તમાન નાણાં વર્ષના અંતે દેશની રાજકોષિય ખાધ ૯.૫૦% રહેવાની ધારણાં મૂકી છે. જે ૩.૫૦%ના પ્રારંભિક અંદાજ કરતા ઘણી ઊંચી છે. એપ્રિલથી શરૂ થતા નવા નાણાં વર્ષ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ના અંતે રાજકોષિય ખાધ ૬.૫૦% રહેવા બજેટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં રાજકોષિય ખાધ ૪.૫૦% સુધી લાવવા ટાર્ગેટ રખાયો છે. આરોગ્યસંભાળ તથા આર્થિક રિકવરીને અગ્ર ધોરણે ટેકો પૂરો પાડવાના સરકારના ધોરણ સમજી શકાય એમ છે પરંતુ દેશના ઊંચા જાહેર દેવા બોજને ધ્યાનમાં રાખતા રાજકોષિય અવકાશ ઘણો જ મર્યાદિત છે એમ ફીચ રેટિંગ્સના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

નાણાં નીતિની સમીક્ષા કરવા રિઝર્વ બેન્કની ૬ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની બેઠક આજરોજથી શરૂ થઈ રહી છે. બેઠકનો નિર્ણય ૫ ફેબ્રુઆરીના રોજ જાહેર થનાર છે. આ અગાઉ ગત વર્ષના મે માસમાં રિઝર્વ બેન્કે મુખ્ય વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. ગયા વર્ષના ફેબ્રુઆરીથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને દેશની જાહેર ક્ષેત્રની બેન્કોને બળ પૂરું પાડવા બજેટમાં ખાસ બેડ બેન્ક સ્થાપવાની જાહેરાત કરી  છે, ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા હવે બેન્કો માટે કેવી ભૂમિકા ભજવે છે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૦૪.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૩.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૮૧૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૭૩૭ પોઈન્ટના પ્રથમ અને ૧૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૮૮૮ પોઈન્ટ થી ૧૪૯૦૯ પોઈન્ટ ૧૪૯૪૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૩.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૭૯૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૩૪૦ પોઈન્ટના પ્રથમ અને ૩૪૦૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૯૪૦ પોઈન્ટ થી ૩૫૧૦૮ પોઈન્ટ, ૩૫૨૨૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૨૨૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • કોટક બેન્ક ( ૧૮૫૬ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૭૩ થી રૂ.૧૮૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • પિરામલ એન્ટરપ્રાઈઝ ( ૧૫૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૧૭૮ ) :- રૂ.૧૧૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૧૨૭ ના બીજા સપોર્ટથી ફાઇનાન્સ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૩ થી રૂ.૧૨૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટેક મહિન્દ્ર ( ૯૮૬ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૯ થી રૂ.૧૦૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૬૪૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક 2/3 વ્હીલર્સ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૫૬ થી રૂ.૬૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૧૯ થી રૂ.૧૯૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસીસી લિમિટેડ ( ૧૭૩૭ ) :- રૂ.૧૭૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૧૦૫૩ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમર રાજા બેટરી ( ૯૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૩૦ થી રૂ.૯૧૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૩૭ ) :-૬૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૧૬ થી રૂ.૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૬૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular