ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણગુરુદેવના પરિવારના પૂ. બાપજી લલીતાબાઇ મ.સ.ના સુશિષ્યા ડો. તરૂલતાબાઇ મ.સ.ના શિષ્યા પૂ. શ્ર્વેતાજી મહાસતીજી 63 વર્ષની વયે 40 વર્ષના દિક્ષા પર્યાય સહિત તા. 20ના કોરોના સામે જંગ હારી જતાં બ્રિચકેન્ડી હોસ્પિટલ, મુંબઇ ખાતે કાળધર્મ પામ્યા છે.
પૂ. મહાસતીજીનો વિસાવદર ગામે પિતા વૃજલાલ ભીમાણી અને માતા પ્રભાબેનના ગૃહાંગણે તા. 12-12-1959ના જન્મ થયેલ હતો. ચેન્નાઇમાં તા. 14-1-81ના ખંભાત સંપ્રદાયના પૂ. કાંતિઋષિજી મ.સા.ના હસ્તે દિક્ષા અંગીકાર કરેલ. નાનાબહેન દત્તાજી મ.સ. હાલ પૂ. જશુબાઇ મ.સ.ની નિશ્રામાં ઘાટકોપર બિરાજે છે. આભાબેન વગેરે સેવારત છે.