Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન, 19મીએ પરિણામ

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન, 19મીએ પરિણામ

કોંગ્રેસના 137 વર્ષના ઇતિહાસમાં છઠ્ઠી વખત ચૂંટણી: મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે સીધી ટકકર

- Advertisement -

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન શરૂ થઈ ગયું છે. 22 વર્ષ બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીનું પરિણામ 19 ઓક્ટોબરના રોજ આવશે. મતદાનમાં કોંગ્રેસના 9300 જેટલા ડેલિગેટસ મતદાન કરી શકશે. મલ્લિકાર્જુન ખડગેએ આજે સવારે મતદાન કર્યુ હતું. જયારે કમલનાથ સહિતના અન્ય નેતાઓએ પણ અધ્યક્ષ પદ માટે મતદાન કર્યુ હતું.ખડગે અને થરૂર વચ્ચે પ્રમુખપદને લઇને સીધી ટકકર થઇ રહી છે. પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભારત જોડો યાત્રામાં ભાગ લેનારા કેટલાક ડેલીગેટ કર્ણાટકના બેલ્લારીમાં સાંગનાકુલ્લુ કેમ્પમાં મતદાન કરશે. બીજી તરફ, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પાર્ટી હેડક્વાર્ટરના પોલિંગ બૂથ પર મતદાન કરશે. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વિટ કર્યું કે, તેઓ રાહુલ ગાંધી સહિત લગભગ 40 અન્ય ભારતીય પ્રવાસીઓ સાથે સાંગનાકલ્લુ કેમ્પમાં મતદાન કરશે. તેમણે કહ્યું કે, 17 ઓક્ટોબર ભારત જોડો યાત્રા માટે આરામનો દિવસ હશે. જેથી યાત્રામાં ભાગ લેનાર લોકો પોતાનો મત આપી શકશે.

- Advertisement -

અધ્યક્ષની ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે, અઈંઈઈમાં એક બૂથ પણ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, વરિષ્ઠ નેતાઓ, ઈઠઈના સભ્યો અને રાજ્યના અન્ય નેતાઓના ઓળખ પત્ર વિવિધ રાજ્યોના છે. આ તમામ પ્રતિનિધિઓ અઈંઈઈમાં આવીને મતદાન કરી શકે છે. કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ રહી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા પ્રમાણે અધ્યક્ષ પદ માટે 1939, 1950, 1977, 1997 અને 2000માં ચૂંટણી થઈ હતી. 22 વર્ષ બાદ ફરીથી અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular