જામનગર શહેરમાં ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો વધી ગયો છે અને તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શહેર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે વોર્ડ નં. 2 ના સક્રિય કાર્યકર્તા ઋષિરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.

ઋષિરાજસિંહ જાડેજા પોતાના ટેકેદારો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રમુખે તેમને પક્ષનો ખેસ પહેરાવી આવકાર કર્યો હતો.
માત્ર એક કાર્યકર્તા જ નહીં, પરંતુ અંદાજે 100 જેટલા લોકોએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા શહેરની રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે. ચૂંટણીના આ સંજોગોમાં કોંગ્રેસ માટે આ ઘટના મોટો ફટકો માનવામાં આવી રહી છે.
View this post on Instagram
કરણી સેનામાથી સુખપાલસિહ વાળા, જીલ્લા પ્રમુખ કરણી સેના ક્રિપાલસિંહ ઝાલા, શહેર મહામંત્રી , કરણી સેના, સહીત 50 જેટલા લોકો તેમજ
કોગ્રેસ કાર્યકર ઇસ્માઇલ માણેક સહીતના મોટી સંખ્યામાં ભાજપમા જોડાયા હતા.
બીજી તરફ ભાજપે આ જોડાણોને લઈને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જામનગર મહાનગરપાલિકામાં ફરી જીત મેળવી શકવાના દાવા કર્યા છે.
ચૂંટણી નજીક આવતા આવી રાજકીય હલચલ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ તકે ધનસુખભાઈ ભંડેરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમ્મર, પૂર્વ મેયર વિનોદભાઈ ખીમસૂર્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


