Tuesday, March 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં દારૂડિયાને પકડવા ગયેલા પોલીસકર્મી ઉપર હુમલો

જામનગરમાં દારૂડિયાને પકડવા ગયેલા પોલીસકર્મી ઉપર હુમલો

જામનગરના શંકર ટેકરી, સિદ્ધાર્થનગરમાં નશો કરી દંગલ મચાવી રહેલા શખ્સને પકડવા માટે ગયેલા 112 જનરક્ષક વિભાગની ટીમના પોલીસ કર્મચારી ઉપર દારૂડિયાએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી, સિદ્ધાર્થનગર વિસ્તારમાં દારૂનો નશો કરી વિપુલ પ્રાગજી ચૌહાણ નામનો શખસ દંગલ મચાવી રહ્યો હોવાની જાણ થતાં સિટી ‘સી’ ડિવિઝનની 112 જનરક્ષક વિભાગની ટીમ સોમવારે બપોરના સમયે સિદ્ધાર્થનગરમાં પહોંચી હતી. જ્યાં વિપુલ ચૌહાણ નામનો શખ્સ દારૂના નશામાં માથાકૂટ કરી રહ્યો હતો. તે દરમ્યાન પહોંચેલી 112 જનરક્ષક ટીમના પોલીસ કર્મચારી મીતરાજસિંહ જાડેજા વિપુલને ઝડપી લેવા અને અટકાવવા ગયા હતા. ત્યારે વિપુલએ ઉશ્કેરાઇને પોલીસકર્મીને ઢીકાપાટુનો માર મારી નખ વડે વિખોડિયા ભરી ઇજા પહોંચાડી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. જેથી પોલીસ ટીમએ વિપુલને દબોચી લઇ પોલીસવાનમાં બેસાડી દીધો હતો. ત્યાં વિપુલએ પોતે અનુસૂચિત જાતિનો છે અને પોલીસ ફરિયાદ કરીને પટ્ટા અને ટોપી ઉતરાવી દેશે તેવી ધમકી આપી હતી. પોલીસે વિપુલની અટકાયત કરી સિટી ‘સી’ ડિવિઝન પોલી મથકે લઇ જઇ મિતરાજસિંહ જાડેજાએ વિપુલ ચૌહાણ વિરૂઘ્ધ પોલીસ ફરજ દરમિયાન રૂકાવટ કરી અને ઢીકાપાટુનો તથા ઝાપટ મારી ઝપાઝપી કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એન. પી. જોષી તથા સ્ટાફએ વિપુલ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular