Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતપોલીસ માસ્કના દંડ સિવાય વાહનચાલકો પાસેથી નહી વસુલે અન્ય દંડ, CM રૂપાણીનો...

પોલીસ માસ્કના દંડ સિવાય વાહનચાલકો પાસેથી નહી વસુલે અન્ય દંડ, CM રૂપાણીનો આદેશ

- Advertisement -

કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના વાહનચાલકો માટે સરકારે હાલ પુરતી રાહત આપતો નિર્ણય લીધો છે. વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા અને  RTOમાં થતી ભીડ અટકાવવા માટે ગુજરાત સરકાર દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યભરમાં પોલીસ માત્ર માસ્કના નિયમના ભંગ બદલ જ વાહનચાલકો પાસેથી દંડની વસુલાત કરી શકશે.

- Advertisement -

ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ હાલ પોલીસ દ્વારા કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં વિજય રૂપાણી દ્રારા વાહનવ્યવહાર મંત્રી આર સી ફળદુ તેમજ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને આ અંગેની સૂચના આપી છે.ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહનચાલકોના વાહન પણ ડિટેઈન નહીં કરવામાં આવે. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ બદલ વાહનો ડિટેઈન કરાય છે, તેને છોડાવવા રાજ્યભરની RTO કચેરીમાં ભારે ભીડ થાય છે.અને લોકોએ લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે.આને કારણે પણ કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો રહે છે. પરિણામે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્રારા માસ્ક ન પહેરનારા માટે રૂ.1000નો દંડ વસૂલવાનું નક્કી કરાયું છે. વાહનચાલકો પાસેથી તે દંડ વસુલવામાં આવશે ટ્રાફિક નિયમોના ભંગ બદલ હાલ પૂરતો અન્ય કોઈ દંડ વસુલવામાં આવશે નહી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular