Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ટાઉનહોલમાં દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી

જામનગરના ટાઉનહોલમાં દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી

બુધવારે રાત્રિના સમયે દરોડો: છ શખ્સો 200 મીલી દારૂ સાથે ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના ટાઉનહોલમાં દારૂની મહેફિલ માણતા છ શખ્સોને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરની શાન એવા ટાઉનહોલમાં બુધવારે રાત્રિના સમયે દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન બીપીન ભગવાનજી ચુડાસમા, લલિત રમણીક કણઝારિયા, કમલેશ રણછોડદાસ માંડવિયા, જીજ્ઞેશ નાનજી જોશી, પ્રકાશસિંહ મહોબતસિંહ ગોહિલ અને યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સહિતના છ શખ્સોને 200 મીલી લિટર દારૂ સાથે મહેફિલ માણતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular