Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારસુરજકરાડીના શખ્સ દ્વારા દારૂ પી પોલીસ સ્ટેશનમાં તોડફોડ

સુરજકરાડીના શખ્સ દ્વારા દારૂ પી પોલીસ સ્ટેશનમાં તોડફોડ

ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતા સંજય ખેતાભાઈ હાથીયા નામના 25 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે ગત તારીખ 8 ના રોજ મધરાત્રિના સમયે આશરે ચારેક વાગ્યાના સુમારે સુરજકરાડી વિસ્તારમાંથી દારૂ પીને તોફાન તથા ઝઘડો કરતા ઝડપી લીધો હતો. આ શખ્સને પોલીસે મીઠાપુરના પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા બાદ તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.

- Advertisement -

અહીં રાખવામાં આવેલા આરોપી સંજય હાથીયાએ લોકઅપમાં ફિટ કરેલો કેમેરો તથા તેને લગત એસેસરીઝ વિગેરેમાં તોડફોડ મચાવતા આ શખ્સ દ્વારા સરકારી મિલકતમાં આશરે રૂપિયા 10,000 નું નુકસાન કરવા બદલ સ્થાનિક હેડ કોન્સ્ટેબલની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસ મથકમાં ઉપરોક્ત સામે આઈ.પી.સી. કલમ 427 તથા ધી પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular