જામનગર તાલુકાના નાઘેડી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા કારખાનામાંથી પીતળચોરીના બનાવમાં પંચ બી પોલીસે ચાર તસ્કરોને ઝડપી લઇ ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ નાઘેડી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી રોકડ રકમ અને એપલ કંપનીના બર્ડસ સહિતની ચોરીનો પોલીસે મહિલાને દબોચી લઇ ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ઔદ્યોગિક વસાહતમાં આવેલા હાર્દિકભાઈ ગોજિયાના ઇ.સી.ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી રૂા.63,500 ની કિંમતનો 127 કિલો પીતળ તથા રૂા.38000 ની કિંમતનો 190 કિલો શીશુ ધાતુનો ભંગાર મળી કુલ રૂા.1 લાખની કિંમતના સામાનની ચોરીના બનાવમાં એએસઆઇ વી ડી રાવલિયા, તથા પો.કો. સુમિત શિયાળ, ભયપાલસિંહ જાડેજા અને મેહુલ વીસાણીના મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલા તથા સીપીઆઇ પી એલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા, એએસઆઈ વી.ડી.રાવલિયા, પો.કો. સુમિતભાઇ શિયાર, ભયપાલસિંહ જાડેજા, મેહુલભાઈ વિસાણી અને અજયભાઈ મકવાણા સહિતના સ્ટાફે વોચ ગોઠવી પસાર થતી બાતમી મુજબની જીજે-10-ટીઝેડ-0246 નંબરની સીએનજી રીક્ષાને આંતરી લીધી હતી.
પંચ બી પોલીસે અજય વલ્લભ દલસાણિયા, આશિષ રાજેશ દલસાણિયા, સંદિપ કારા ચૌહાણ અને સુખા બાબુ રાઠોડ નામના ચાર તસ્કરોને દબોચી લઇ તલાસી લેતા તેમની પાસેથી રૂા.63,500 ની કિંમતનો પીતળનો જથ્થો અને રૂા.38,000 નો શીશુનો ભંગાર તથા રૂા.5000 ની કિંમતની ફોલ્ડીંગ એલ્યુમિનિયમની સીડી અને રૂા.2 લાખની કિંમતની રીક્ષા મળી કુલ રૂા.3,06,500 ના મુદ્દામાલ સાથે દબોચી લઇ આગળની પૂછપરછ આરંભી હતી.
બીજા બનાવમાં, નાઘેડી ગામમાં આવેલા માધવ વિલામાં રહેતાં યુવાનના મકાનમાંથી રૂા.65000 ની રોકડ રકમ અને એપલ કંપનીના બર્ડસ સહિતની કુલ રૂા.1 લાખની ચોરીની ફરિયાદના આધારે પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા, એએસઆઈ વી.ડી.રાવલિયા, પો.કો. સુમિતભાઇ શિયાર, ભયપાલસિંહ જાડેજા, મેહુલભાઈ વિસાણી અને અજયભાઈ મકવાણા સહિતના સ્ટાફે યુવાનના મકાનમાં કામ કરતી રૂપલબેન મુકેશ વડગામા નામની મહિલાને પોલીસે દબોચી લઇ તેની પાસેથી રૂા.65000 ની રોકડ રકમ અને રૂા.35000 ની કિંમતના એપલના બર્ડ સહિતનો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ આરંભી હતી.