જામનગર શહેરના નવાગામ ઘેડ કબીરનગર વિસ્તારમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.24050 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં પ્રભાતનગર વિસ્તારમાંથી ચાર શખ્સોને જૂગાર રમતા ઝડપી લીધા હતાં. પડાણામાંથી પાંચ શખ્સોને પોલીસે જૂગાર રમતા દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં ખેતીવાડી નજીકના વિસ્તારમાંથી છ મહિલાઓને રૂા.8840 ના મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર નજીક સમરસ હોસ્ટેલ પાસેથી જૂગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. ગાગવા ગામમાંથી રેઈડ દરમિયાન પોલીસે ચાર શખ્સોને જૂગાર રમતા ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ કબીરનગર વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા હાજી સીદીક ખફી, જનક નાનજી વાઢેર, કાસમ ઓસમાણ નોયડા, દિનેશ ભોલા કરમુર નામના ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.24050 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના પ્રભાતનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિ રમતા કેશુ નાજા હુંબલ, સુરેશ વીરજી સોલંકી, સંજય નાનજી ખંભાયતા, ઠાકરસિંહ વિરસિંહ પરમાર, વિજય ઉર્ફે ભુરો જેમલસિંગ પઠાણિયા નામના ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11,700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, લાલપુર તાલુકાના પડાણા ગામમાં જાહેરમાં તીનપતિ રમતા અનિલ વેલજી સુમરિયા, દેવા મોહન પરમાર, હેમચંદ પેથરાજ સાવલા, ભાવેશ પ્રવિણ સાવલા, નાથા અરજણ કંડોરિયા નામના પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.11390 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, જામનગર શહેરમાં ખેતીવાડી નજીક આવેલા સિધ્ધાર્થનગર શેરી નં.4 માં તીનપતિનો જૂગાર રમતા છ મહિલાઓને પોલીસે રેઈડ દરમિયાન રૂા.8840 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
પાંચમો દરોડો, જામનગર નજીક આવેલી સમરસ હોસ્ટેલ સામેના વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ શિવુભા જાડેજા, ઘેલા સંગ્રામ ચાવલિયા, સહદેવસિંહ જુવાનસિંહ જાડેજા, જમન ઘેલા હિંગળા, જખરા નથુ પરમાર સહિતના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.5120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
છઠો દરોડો, જામનગર તાલુકાના ગાગવા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા દેવા રામા બગડા, જીવા વાલા ચોપડા, બાબભા લખુભા જાડેજા, મહેન્દ્રસિંહ કલુભા સોઢા નામના ચાર શખ્સોને પોલીસે રઈડ દરમિયાન રૂા.2380 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જામનગર શહેર-જિલ્લામાં છ જૂગારસ્થળોએ પોલીસના દરોડા
નવાગામ ઘેડમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સ ઝબ્બે : પ્રભાનગરમાંથી તીનપતિ રમતા ચાર શખ્સો ઝડપાયા: પડાણામાંથી જૂગાર રમતા પાંચ શખ્સને પોલીસે ઝડપી લીધા : જામનગરમાંથી તીનપતિ રમતી છ મહિલા ઝડપાઈ : જામનગરમાંથી જૂગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે : ગાગવામાંથી તીનપતિ રમતા ચાર શખ્સ ઝડપાયા