જામનગર શહેરના સીટી સી ડીવીઝન વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને નવ ભઠ્ઠી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાવરીવાસ ખુલ્લી ફાટક, વુલનમીલ બાવરીવાસ, દિગ્વીજય પ્લોટ 49 રોડ, શંકરટેકરી, સાંઢીયા પુલ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની જાણના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રો. ડીવાયએસપી નયના ગોરડિયા, પીઆઇ એ.આર.ચૌધરી, કે.એસ.માણિયા, પીએસઆઈ વી.બી.બરસબીયા, ડી.પી. ચુડાસમા, હેકો જાવેદ વજગોર, કુલદિપસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, નારણ સદાવીયા, ખીમશી ડાંગર, રાજેશ બથવાર, અશોક સિંહલા, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, ધર્મેશ મોરી, સિધ્ધરાજસિંહ ચાવડા, જોગીન્દ્રપાલ, જયદિપસિંહ ડોડિયા સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન દેશી દારૂની નવ ભઠ્ઠીઓ ઝડપી લીધી હતી અને દેશી દારૂ બનાવવાનો આથો રૂા.1140 ની કિંમતનો 570 લીટર તેમજ 1800 ની કિંમતના દારૂની ભઠ્ઠીના સાધનો તથા રૂા.1760 ની કિંમતનો 88 લીટર દેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે સંતોષબેન અમર ડાભી અને ફુલવતિબેન કાલુ બાવરી નામના બે મહિલાઓને ઝડપી લીધા હતાં
તેમજ રેઈડ દરમિયાન નાશી ગયેલા સંગીતાબેન ગોરસ ધાધલ, પુજાબેન લખન કોળી, સલોચનાબેન શ્યામ કોળી, સુનિતાબેન સેરસીંગ માલપરા, ગોદાવરીબેન ધરમપાલ પરમાર, રાણીબેન જબરસીંગ માલપરા, સુનિતાબેન મોહન બાવરી, બૈજવંતીબેન રામચંદ્ર કોળી નામના આઠ મહિલાઓની શોધખોળ આરંભી હતી.