જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં મુરલીધર સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હરદેવસિંહ મુકેશસિંહ કંચવા, બટુકસિંહ રણજીતસિંહ વાઢેર, નાગજી રામા રાઠોડ અને ચાર મહિલા સહિત સાત શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.11520 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાંથી કાટછાપનો જૂગાર રમતા સીદીક આદમ સુમણિયા, અસગર વલીમામદ બારીયા નામના બે શખ્સોને પોલીસે રૂા.1455 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.