Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં શ્રાવણમાં જૂગાર રમાતા સાત સ્થળોએ પોલીસ ત્રાટકી

જામનગર જિલ્લામાં શ્રાવણમાં જૂગાર રમાતા સાત સ્થળોએ પોલીસ ત્રાટકી

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો ધ્રોલ તાલુકાના રોજીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની એલસીબીના પો.કો. મયુરસિંહ પરમાર, હરદીપ ધાંધલ, પો.કો. હરદીપ બારડ ને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંઈહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ગીરીશ તારાચંદ, બ્રિજરાજસિંહ રણજીતસિંહ જાડેજા, અશરફમીયા મુસ્તફામીયા બુખારી સૈયદ, નરેન્દ્રસિંહ બટુકભા ઉર્ફે કરણસિંહ જાડેજા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતાં.

- Advertisement -

એલસીબીએ ચાર શખ્સોને પાસેથી રૂા.21,400 ની રોકડ રકમ અને રૂા.80 હજારની કિંમતના બે બાઈક, રૂા.10,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ મળી કુલ રૂા.1,11,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં તેમજ નાશી ગયેલા સંચાલક જીતુભા જાડેજા, જયેશ કોળી, હિતુભા બચુભા જાડેજા નામના ત્રણ શખસોની શોધખોળ આરંભી સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, કાલાવડ તાલુકાના રવસિયા ગામની સીમમાં ઝાડ નીચે તીનપતિનો જૂગાર રમાતા સ્થળે કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઈડ દરમિયાન ગણવંતસિંહ બચુભા જાડેજા, તેજુભા મુળુજી ચૌહાણ, ભોજા ઘેલા ટારીયા, પ્રવિણ હરસુખ ખરા, રાજુ લખધીર વીંજાણી અને બે મહિલા સહિત સાત શખ્સોને રૂા.37,570 ની રોકડ રકમ અને રૂા.1000 ની કિંમતના બે મોબાઈલ મળી કુલ રૂા.38,570 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાં જાહેરમાં જુગાર રમતા ચંદ્રસિંહ વિક્રમસિંહ જાડેજા, શકિતસિંહ બાબભા જાડેજા, જયવંતસિંહ મનુભા વાઢેર, હિતેન્દ્રસિંહ લખુભા ચુડાસમા, ભાર્ગવદાન વિનોદદાન ઈસરાણી, યોગેશ લક્ષ્મણ સીંધવ નામના છ શખ્સોને સીક્કા પોલીસે રૂા.15,570 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના જામસખપુર ગામની સીમમાંથી તીનપતિનો જૂગાર રમતા પાલા રાઘવ કોડિયાતર, શાંતિ નાથા મકવાણા, દેવા ટપુ ઓડેદરા અને રાકલા ઉર્ફે રાકેશ ખીમલાભાઈ ડિંડોલા નામના ચાર શખ્સોને જામજોધપુર પોલીસે રૂા.11570 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

પાંચમો દરોડો, લાલપુર ગામમાં હુશેની ચોક વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા દર્શન આલા ચોપડા, આલા ઉર્ફે સોમા લખુ ચોપડા, જગદીશ લખુ ચોપડા અને ચાર મહિલા સહિત સાત શખ્સોને લાલપુર પોલીસે રેઈડ દરમિયાન રૂા.4690 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

છઠો દરોડો, કાલાવડ નજીક રણુજા ચોકડી પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નટુ રમુ સાડમીયા, હનિફ હુશેન મેતર, દેવજી શકિત દેલવાડિયા અને ટપુ રમુ સાડમીયા નામના ચાર શખ્સોને કાલાવડ પોલીસે રૂા.3630 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામજોધપુર ગામમાં તીરૂપતિ સોસાયટીમાંથી તીનપતિનો જૂગાર રમતી સાત મહિલાઓને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.2910 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular