ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા ધનુભા મનુભા જાડેજા નામના શખ્સની વાડીએ નદીના કાંઠે બેસીને મોડી રાત્રિના સમયે ટોર્ચબતીના અજવાળે ગંજીપત્તા વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા ધનુભા મનુભા જાડેજા અને મુરુ રામસંગ મકવાણા નામના બે શખ્સોને પોલીસે ઝડપી લઈ રૂા.5,200 રોકડા તથા રૂા. 10,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 85,000 ની કિંમતના પાંચ મોટરસાયકલ મળી કુલ રૂા. 1,00,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમ્યાન સુરુભા ધીરુભા જાડેજા, બાબભા ભીખુભા જાડેજા, સંજય પરસોતમ નાગર, કિશોર વાણંદ, જીતુભા વાળા અને લાખા બાવળ ગામનો ફિરોજ નામનો શખ્સ મળી, કુલ છ શખ્સો અંધારામાં નાસી છુટ્યા હોવાનું વધુમાં જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.