જામનગર તાલુકાના મોરારદાસ ખંભાલિડા ગામમાં વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.4,29,600 ના મુદ્દામાલ સાથે સંચાલક સહિતના 11 શખ્સોને ઝડપી લીધા હતાં. જામનગર શહેરના ખોજાનાકા બહાર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.10,820 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા સાત સહિતના 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામજોધપુર તાલુકાના સંગચિરોડા ગામમાંથી જુગાર રમતા છ શખ્સોને રૂા.2030 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાંથી ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.2240 ની રોકડ રકમ સાથે અને જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.10,210 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના મોરારદાસ ખંભાલિડા ગામમાં રહેતાં મહિરાજસિંહ ઉર્ફે મયુર જયવંતસિંભહ જાડેજા નામના શખ્સ તેના ખેતરમાં લીમડાના ઝાડ નીચે બહારથી માણસો બોલાવી જૂગાર રમાડતો હોવાની પો.કો. ફિરોજ ખફી, હેકો નરેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીની સુચનાથી પીઆઈ પી એલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.પી. સોઢા, હેકો એન.કે. ઝાલા, આર.એમ. જાડેજા, એચ. જી. જાડેજા, બી.એચ. લાબરીયા, પો.કો. ફિરોજ ખફી, દિવ્યરાજસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, કમલેશ ખીમાણીયા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મહિરાજસિંહ ઉર્ફે મયુર જયવંતસિંહ જાડેજા, પરેશ માવજી ભીમાણી, રાજેશ લાલજી ગડારા, કાંતિલાલ ઉર્ફે કાનો ગંગારામ સંતોકી, ખેતુભા ઉર્ફે પિન્ટુ રામસંગ જાડેજા, ભૂપેન્દ્ર પિતાંબર ચાડણિયા, નિલેશ ઉર્ફે ટીનો લાલજી ગડારા, સંજયસિંહ સતુભા જાડેજા, શાંતિ બાવજી ગડારા, પ્રવિણકુમાર અમૃતલાલ નિમાવત, લાભુભારથી બચુભારથી ગોસાઈ સહિતના 11 શખ્સોને રૂા.2,01,600ની રોકડ રકમ, રૂા.1,80,000 ના છ બાઈક, રૂા. 48 હજારના 11 મોબાઇલ મળી કુલ રૂા.4,29,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના ખોજાનાકા બહાર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મહેમુદ ઓસમાણ શેખ, જુનેદ અબ્દુલહુશેન બ્લોચ, ફિરોજ ઓસમાણ શેખ નામના ત્રણ શખ્સોને રૂા.4820 ની રોકડ રકમ, રૂા.6000 ની કિંમતના બે મોબાઇલ મળી રૂા.10820 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા ફૈઝલ નિઝામ શેખ, હુશેન આમદ શેખ, ઈમ્તિયાઝ ઉર્ફે મામુરહીમ શેખ, યાકુબ ઉર્ફે ખાલુ સેતા, રહીમ શેખ, મહિપત ચા વાળો અને મોહસીન સહિતના 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હારુન હાજી રાવકરડા, હુશેન અલ્લારખા રાવકરડા, નુરમામદ ઈસ્માઇલ ભટ્ટી, હનિફ ઓસમાણ ઘોઘા, રફિક કાસમ રાવકરડા નામના પાંચ શખ્સોને જામજોધપુર પોલીસે રૂા.10,210 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના સંગચીરોડા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા લાખા સીદા પરમાર, મહિપતસિંહ અમરસિંહ ડાભી, વસીમ ઈકબાલ મુધા, વિક્રમસિંહ બાલુભાા ચાવડા, ગણેશગીરી પ્રેમગીરી ગોસ્વામી, અવશી રૂપા પરમાર સહિતના સાત શખ્સોને રૂા.2030 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
પાંચમો દરોડો, લાલપુર તાલુકાના ગોદવારી ગામમાંથી જૂગાર રમતા સાહીલ આસમ સંધી, રીયાઝ ભીખુ પટા અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.2240 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.