જામનગર સીટી-એ પોલીસે બે શખ્સોને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ સીટી-એ સર્વેલન્સ સ્ટાફના પોકો મહેન્દ્રભાઇ પરમાર તથા શૈલેષભાઇ ઠાકરીયાને લાલપુર બાયપાસ ચોકડીથી જામનગર તરફ બે શખ્સો ચોરાઉ મોટરસાયકલ લઇ આવતાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવા તથા પીઆઇ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી મુન્ના બિગન પાસવાન તથા રવજી ઉર્ફે રવલો દેવા વિજાણી નામના બે શખ્સોને રૂા. 20,000ની કિંમતના જીજે-10 સીએફ-9437 નંબરના સ્પ્લેડર-પ્લસ મોટરસાયકલ સાથે ઝડપી લીધા હતાં.