Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપોલીસ નિષ્ક્રિય: જી.જી.હોસ્પિટલ ચોકડીએ ટ્રાફિકજામ...

પોલીસ નિષ્ક્રિય: જી.જી.હોસ્પિટલ ચોકડીએ ટ્રાફિકજામ…

જિલ્લા પોલીસવડા નિરાકરણ કરશે...?: 30 મિનિટમાં ત્રણ વખત 108 ટ્રાફિકમાં ફસાઇ

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરમાં ઘણાં વર્ષોથી અવિરત રહેલી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા ઊણી ઉતરે છે. વર્ષોની આ સમસ્યાનું નિરાકરણ હજૂ સુધી થઇ નથી. નિરાકરણ તો ઠીક ટ્રાફિક સિગ્નલોના પણ ઠેકાણાં નથી..! આવી સ્થિતિમાં વ્યસ્ત એવી જી.જી.હોસ્પિટલ ચોકડીએ ટ્રાફિક વ્યવસ્થા માટે રહેલા પોલીસ કર્મીઓ કેવી કામગીરી કરે છે કે, શનિવારે સાંજે વરસાદ બાદ આ ચોકડીએ અવાર-નવાર ટ્રાફિકજામ થાય છે અને આ ટ્રાફિકજામમાં માત્ર 30 મિનિટમાં ત્રણ-ત્રણ વખત 108 એમ્બ્યુલન્સ ફસાઇ ગઇ હતી.


છોટીકાશી તરીકે પ્રખ્યાત એવાં જામનગર શહેરમાં ઘણાં વર્ષોથી રહેલી ટ્રાફિક સમસ્યા હજી યથાવત જ છે. અનેક વખત શહેરની આ જટીલ સમસ્યાનું નિરાકરણ લઇ આવવા માટે અધિકારી અને પદાધિકારીઓ દ્વારા અનેક વખત પ્રોજેકટો બનાવાયા છે અને શરૂ પણ કરાયા હતાં. પરંતુ વર્ષોના વર્ષો વિતિ ગયા તેમ છતાં વર્ષો જૂની આ ટ્રાફિક સમસ્યા હજી પણ ત્યાં અટકેલી છે. શનિવારે સાંજે જામનગર શહેરમાં પવનના સુસવાટા અને વિજળીના કડાકા-ભડાકા સાથે રોદ્ર રૂપે વરસેલા વરસાદે શહેરના મોટાં ભાગના વિસ્તારોમાં વર્ષોથી રહેલાં વૃક્ષોને મૂળમાંથી બહારકાઢી દીધાં છે. તેમજ શહેરમાં 250થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જેનાં કારણે શહેરના અનેક માર્ગો બંધ થઇ ગયા છે.
આવી પરિસ્થિતિમાં શહેરની અતિશય મહત્વની કઇ શકાય તેવી જી.જી.હોસ્પિટલ ચોકડીએ ટ્રાફિક વ્યવસ્થા પોલીસની નિષ્ક્રિયતાના કારણે ખોરવાઇ ગઇ છે. આજે સાંજથી વરસાદી માહોલ વચ્ચે આ ચોકડીએ ફરજ બજાવતાં ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ કે, પોલીસ કર્મચારીઓ તેમની ફરજ નિષ્ઠાથી નિભાવતા નથી. જેનાં કારણે એક કલાક જેટલાં સમય ગાળા દરમ્યાન આ ચોકડીએ અવાર-નવાર ટ્રાફિકજામ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી અને આ ટ્રાફિક સિગ્નલમાં પોલીસની બેદરકારીથી ત્રણ-ત્રણ વખત 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી. સતત વાગતાં 108ના સાયરન પણ ચોકડીએ ફરજ બજાવતાં પોલીસકર્મીઓને સંભળાતા નથી..?! કે પછી જાણી જોઇને સાંભળતા નથી અથવા તો ફરજ બજાવવાને બદલે બીજે કયાંય વ્યસ્ત રહે છે..? આજની બનેલી આ ગંભીર ઘટનામાં જિલ્લા પોલીસવડાએ શહેરની આ સમસ્યાની નિરાકરણ કરવા કડક પગલાં લેવાં જરૂરી બની ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular