જામનગર શહેરમાં આવેલા માલદેભુવનમાં રહેતાં બુટલેગરે બાથરૂમમાં સંતાડેલી ઈંગ્લીશ દારૂની બાવન બોટલ પોલીસે કબ્જે કરી શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના માલદેભુવનમાં આવેલી છેલ્લી દિવાલે આવેલા બંધ બાથરૂમમાં દારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમીના આધારે પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે રેઈડ દરમિયાન બાથરૂમમાં તલાસી લેતા તેમાંથી રૂા.26000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બાવન બોટલ મળી આવતા પોલીસે કિશન ઉર્ફે કે કે કનખરા નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.